તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ:સ્ક્રેપ વેચવાના બહાને વડોદરાના વેપારી પાસેથી આફ્રિકન ટોળકીએ 19.35 લાખ રૂપિયા પડાવ્યા, ક્રાઇમ બ્રાંચે 5 સાગરીતને દિલ્હીથી ઝડપી પાડ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આફ્રિકન ટોળકી મોંઘી વસ્તુઓ ભારતમાં મોકલવા માટે ખોટી લોજિસ્ટીક કંપની ઉભી કરે છે અને તે કંપની પેમેન્ટ આપવાના બહાને ભોગબનનાર પાસે એડવાન્સ પેમેન્ટ લે છે - Divya Bhaskar
આફ્રિકન ટોળકી મોંઘી વસ્તુઓ ભારતમાં મોકલવા માટે ખોટી લોજિસ્ટીક કંપની ઉભી કરે છે અને તે કંપની પેમેન્ટ આપવાના બહાને ભોગબનનાર પાસે એડવાન્સ પેમેન્ટ લે છે
  • આરોપીઓ સ્ક્રેપ, ગોલ્ડ, ડાયમંડ, ઓઇલ, મોંઘી મેડિસીનનાઘી વસ્તુઓ વેચાણ કરવા માટે ખોટી વિદેશી કંપની ઉભી કરે છે
  • ભોગ બનનાર જ્યાં સુધી કંગાળ ન થઇ જાય ત્યાં સુધી તેની સાથે જુદા-જુદા બહાને છેતરપિંડી કરે છે

વડોદરાના વેપારીને સીપીયુ સ્ક્રેપ વેચવાના બહાને, સ્ક્રેપના ઇન્સ્યોરન્સ કરાવવા અને લોજિસ્ટીક કંપની સાથે થયેલા સેટલમેન્ટના કોટેડ યુ.એસ.ડી. ડોલર ક્લિન કરાવવા તેમજ કાનપુર ખાતે કસ્ટમ અધિકારી સાથે સેટલમેન્ટ કરાવવાના બહાને 19.35 લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી કરનાર આંતરરાષ્ટ્રીય આફ્રિકન ટોળકીના 5 સાગરીતોને સાઇબર ક્રાઇમે દિલ્હીથી ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ટોળકીને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમ દિલ્હી ગઇ
DCP ક્રાઇમના જયદીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 4 જુલાઇ-2021ના રોજ વડોદરાના લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલી ઇ-201, ક્રિષ્ણા રેસિડેન્સીમાં રહેતા અને ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ કરતા રાજેશકુમાર જયંતિલાલ પટેલે સ્ક્રેપના બહાને રૂપિયા 19,35,002ની ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાવી હતી. જેના આધારે સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સાઇબર ક્રાઇમને તપાસ દરમિયાન છેતરપિંડી કરનાર ટોળકી દિલ્હી હોવાની માહિતી મળી હતી. જેના આધારે સાઇબર ક્રાઇમના પીઆઇ એન.કે. વ્યાસ, પીએસઆઇ કે.સી. રાઠોડની ટીમને દિલ્હી રવાના કરવામાં આવી હતી.

પોલીસે દિલ્હીથી ટોળકીના 5 સાગરીતને ઝડપી પાડ્યા
દિલ્હી ગયેલી ટીમે ટેક્નિકલ, સાઇન્ટીફિક તથા હ્યુમન ઇન્ટેલિજન્ટ સોર્સની મદદથી દિલ્હી ખાતેથી આફ્રિકન ટોળકીના બેન્જામીન કોવુઆકૌ નાડ્રી, કપટુ એમાટુરીન મારી અને કિટ્ટી જેક્સ દેવાલોઇની ધરપકડ કરી હતી. ઝડપાયેલા ટોળકીના ત્રણેય સાગરીતોને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવીને ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેઓએ તેમના અન્ય બે સાગરીતો માર્ટીન કોપેરે ડીમોયુ અને એલ હાડજી મહામને તૌઉરેના નામ આપતા દિલ્હી રોકાયેલી સાઇબર ક્રાઇમની ટીમે તેઓને દબોચી લઇ વડોદરા લઇ આવ્યા હતા. તેમની પાસેથી પોલીસે વડોદરાના વેપારીને છતરવા માટે બતાવેલા 100 ડોલર,(બ્લેક કોટેડ), તથા બનાવટી ડોલર્સ, 18 મોબાઇલ ફોન, બે લેપટોપ, બનાવટી યુ.એસ.ડી. 100 ડોલરની નોટોના 14 બંડલ, બ્લેક કાગળોનું બંડલ, સફેદ કાગળોનું બંડલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે વડોદરાના વેપારીને છતરવા માટે બતાવેલા 100 ડોલર(બ્લેક કોટેડ), તથા બનાવટી ડોલર્સ જપ્ત કર્યાં
પોલીસે વડોદરાના વેપારીને છતરવા માટે બતાવેલા 100 ડોલર(બ્લેક કોટેડ), તથા બનાવટી ડોલર્સ જપ્ત કર્યાં

વેપારી પાસેથી 19.35 લાખની ઓનલાઇન છેતરપિંડી કરી હતી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ ટોળકી ખરીદ-વેચાણ કરવાના બહાને અથવા ઇન્સ્યોરન્સ પોલિસી આપવાના બહાને, કોટેડ યુ.એસ.ડી. ડોલર ક્લિન કરવા જેવા જુદા-જુદા બહાને સોશિયલ મીડિયા પર લોભામણી વાતચીત કરીને વેપારીઓ તેમજ સામાન્ય વ્યક્તિઓને ફસાવતા હતા અને તેઓને વિશ્વાસમાં લઇને તેઓ પાસે ઓનલાઇન નાણાં મેળવીને છેતરપિંડી કરતા હતા. આ ટોળકીએ આજ રીતે વડોદરાના વેપારી રાજેશકુમાર પટેલ સાથે વોટ્સએપ, મેઇલ પર લોભામણી વાતચિતો કરીને સ્ક્રેપ અપાવવાના નામે ફસાવ્યા હતા અને તેઓ સાથે 19.35 લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી કરી હતી.

ભેજાબાજ આફ્રિકન ટોળકીની મોડસ ઓપરેન્ડી

  • આરોપીઓ સ્ક્રેપ, ગોલ્ડ, ડાયમંડ, ઓઇલ, મોંઘી મેડિસીન વગેરે મોંઘી વસ્તુઓ વેચાણ કરવા માટે ખોટી વિદેશી કંપની ઉભી કરે છે.
  • મોંઘી વસ્તુઓ મોટા જથ્થામાં ઓછા ભાવે વેચવાનું જણાવી 50 ટકા એડવાન્સ પેમેન્ટ લેતા હોય છે.
  • મોંઘી વસ્તુઓ ભારતમાં મોકલવા માટે ખોટી લોજિસ્ટીક કંપની ઉભી કરે છે. અને તે કંપની પેમેન્ટ આપવાના બહાને ભોગબનનાર પાસે એડવાન્સ પેમેન્ટ લે છે.
  • મોંધી વસ્તુઓને લોજિસ્ટીક કંપની દ્વારા મોકલવા માટે ફરજિયાત 100 ટકા રિફન્ડેબલ ઇન્સ્યોરન્સ કરાવવાના બહાને રૂપિયા પડાવે છે.
  • મોંઘી વસ્તુઓ શિપીંગ કંપની દ્વારા ખોવાઇ ગયેલ છે અને ભોગબનનારને 1.5 મિલીયન ડોલર ઇન્સ્યોરન્સ મળેલ છે, તેવો વિશ્વાસ અપાવે છે અને ડોલર ભરેલી બેગ વીડીયો કોલ કરીને બતાવે છે અને ડોલર ઇમિગ્રેશનમાં પકડાય નહીં તે માટે બ્લેક કલરથી કોટેડ કરે છે અને તે વિડીયો પણ બતાવે છે.
  • જાળમાં ફસાયેલા વ્યક્તિને ટોળકી દિલ્હી બોલાવે છે અને ત્યાં સારી હોટલમાં ડિકોડ કરવાનો ડેમો બતાવી રૂપિયા પડાવે છે.
  • ટોળકી દ્વારા ભોગ બનનારને કહેવડાવવામાં આવે છે કે, પૂરી રકમ ભોગ બનનારના સરનામે મોકલી આપવામાં આવશે.
  • ટોળકીના એજન્ટ કોટેડ ડોલર ભોગ બનનારને પહોંચાડવા માટે જાય છે. રસ્તામાં કસ્ટમ દ્વારા પકડવામાં આવે છે અને સેટલમેન્ટ કરવાનું જણાવી ભોગ બનનાર પાસેથી મોટી રકમ પડાવવામાં આવે છે.
  • ભોગ બનનાર જ્યાં સુધી કંગાળ ન થઇ જાય ત્યાં સુધી તેની સાથે જુદા-જુદા બહાને છેતરપિંડી કરે છે.
  • ભેજાબાજ આફ્રિકન ટોળકી ગુનો કરવા માટે ઇન્ટરનેશનલ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરે છે. જે કંપની બનાવવામાં આવે છે. તે કંપનીના ફોન બનાવટી દસ્તાવેજો ભોગ બનનારને મોકલવામાં આવે છે.
18 મોબાઇલ ફોન, બે લેપટોપ, બનાવટી યુ.એસ.ડી. 100 ડોલરની નોટોના 14 બંડલ, બ્લેક કાગળોનું બંડલ, સફેદ કાગળોનું બંડલ સહિતનો મુદ્દામાલ જપ્ત
18 મોબાઇલ ફોન, બે લેપટોપ, બનાવટી યુ.એસ.ડી. 100 ડોલરની નોટોના 14 બંડલ, બ્લેક કાગળોનું બંડલ, સફેદ કાગળોનું બંડલ સહિતનો મુદ્દામાલ જપ્ત

ક્રાઇમ બ્રાંચની આ ટીમ દિલ્હી ગઇ હતી
વડોદરાના વેપારી સાથે 19.35 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આફ્રિકન ટોળકીને ઝડપી પાડવા માટે સાઇબર ક્રાઇમના પીઆઇ એન.કે. વ્યાસ, પીએસઆઇ કે.સી. રાઠોડની સાથે અનાર્મ
હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઇ જેઠાભાઇ, કુલદીપસિંહ લક્ષ્મણસિંહ, સંજય રામદાસ, સંજય ભુપતસિંહ, સુનિલ જયરામભાઇ, કુલદીપ પટેલ, રામજીભાઇ જીવનભાઇ, સુરેન્દ્ર શ્રવણભાઇ અને
જયેન્દ્રસિંહ બોરણા સહિતની ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...