તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:એરોનોટિકલના વિદ્યાર્થીઓએ પક્ષીની જેમ પાંખો ફેલાવી કલાકના 50-70 કિમીની ઝડપે ઊડતું વિમાન તૈયાર કર્યું

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાસદની કોલેજના એરોનોટિકલ વિભાગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ ભારે જહેમત બાદ મિકેનિકલ બર્ડ તૈયાર કર્યું હતું. - Divya Bhaskar
વાસદની કોલેજના એરોનોટિકલ વિભાગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ ભારે જહેમત બાદ મિકેનિકલ બર્ડ તૈયાર કર્યું હતું.
  • SVIT વાસદના વિદ્યાર્થીઓએ ગરુડની શારીરિક સંરચનાને ધ્યાનમાં રાખી ડિઝાઇન બનાવી

એસવીઆઈટી-વાસદ કોલેજના વિદ્યાર્થીઓએ પક્ષીઓની જેમ પાંખો ફેલાવીને ઊડતું વિમાન તૈયાર કર્યું છે. આ પ્રકારના ડ્રોનનો ઉપયોગ જાસૂસી સહિતના સૈન્ય હેતુ માટે, જટિલ અને ઉચ્ચ જોખમવાળા વાતાવરણમાં પક્ષીઓને કાબૂમાં રાખવા માટે થાય છે.

એરોનોટિકલ વિભાગમાં અભ્યાસ કરતા વિનય દરજી, ધ્રુહિલસિંહ રાજપૂત તથા દિવ્યરાજસિંહની ટીમે રિમોટ કંટ્રોલ દ્વારા સંચાલિત પક્ષીની જેમ પાંખો ફેલાવીને ઊડતું પક્ષી (વિમાન) તૈયાર કર્યું છે. આ કાર્યમાં એરોનોટિકલ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ધ્રુવિન શાહ તથા કેપ્ટન ઉમંગ જાનીએ તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

પક્ષીઓની જેમ પાંખો ફેલાવીને ઊડતા આ પ્રકારના વિમાનને ઓર્નિથોપ્ટર (મિકેનિકલ બર્ડ) કહે છે. બર્ફીલા પ્રદેશોમાં વિશેષ જોવા મળતાં ગરુડની કદ, કાઠી તથા શારીરિક સંરચનાને ધ્યાનમાં રાખીને સર્વપ્રથમ તેની ડિઝાઇન તૈયાર કરાઇ હતી.કેપ્ટન ઉમંગ જાનીએ જણાવ્યું હતું કે, આ વિમાનની ઊડાન એક પક્ષી જેવી જ શાંત અને ઊંચી છે. આના માટે પહેલાં ગરુડની શારીરિક સંરચનાને ધ્યાનમાં લઈને ડિઝાઇન ઉપર ખૂબ મહેનત કરાઈ છે. આ.પ્રોફેસર પ્રો.ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, કુદરત અને આધુનિક વિજ્ઞાનનો આ એક અદભુત સમન્વય છે. કલાકના 50-70 કિમીની ઝડપે ઊડી શકશે

અન્ય સમાચારો પણ છે...