• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Advice Not To Contest Elections For More Than 2 Terms On 1 Post Of Bar Association, 16th Meeting, Amendments To Constitution Will Be Presented

બેઠક:વકીલ મંડળની 1 પોસ્ટ પર 2 ટર્મથી વધુ ચૂંટણી નહીં લડવાની ભલામણ,  16મીએ સભા, બંધારણમાં કરાયેલા સુધારા રજૂ કરાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવી મીટિંગ બોલાવવાની કોઇ સત્તા જ નથી : પૂર્વ પ્રમુખ

વડોદરા વકીલ મંડળની સાધારણ સભા તા.16મીના રોજ બોલાવવામાં આવી છે અને તેમાં બંધારણમાં થયેલા સુધારાઓને સર્વાનુમતે મંજૂર કરવાનો પ્રયાસ થશે. જો કે, આ સભા મળે તે પહેલા જ એક જુથ નવા સુધારાનો વિરોધ કરી રહ્યું છ.વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, બંધારણમાં જે સુધારાઓ કરવામાં આવ્યાં છે તેને કારોબારીએ મંજૂર કર્યાં છે એટલે હવે તેને સાધારણ સભામાં રજૂ કરાશે અને જો સર્વાનુમતે સભા મંજૂર કરશે તો નવા સુધારાઓ લાગુ થશે. તેમણે જણાવ્યું હતું કે, જે સુધારાઓ કરવામાં આવ્યાં છે તેમાં એક ઉમેદવાર એક પોસ્ટ પર બે ટર્મથી વધુ વખત ચૂંટણી નહી લડી શકે.

મેનેજિંગ કમીટીની જેટલી બેઠક છે તે તમામને ફરજીયાત મત આપવાનો રહેશે અને તેમાં સિનિયર એડવોકેટ માટે વધારાની 3 સીટ રાખવામાં આવશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય તરીકે જે એડવોકેટ ચૂંટાય તે વડોદરા વકીલ મંડળની ચૂંટણી નહી લડી શકે. આ નવા સુધારા બાબતે વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ અ્ને બીસીજીના ફાયનાન્સ કમિટીના સભ્ય નલીન પટેલે જણાવ્યું હતું કે, આવી મિટિંગ બોલાવવાની સત્તા હાલના પ્રમુખ પાસે નથી કારણ કે, તેઓ કાર્યકારી પ્રમુખ છે. કાર્યકારી પ્રમુખ નીતી વિષયક નિર્ણય લઇ શકે નહી. બીસીજી દ્વારા એક કોમન બંધારણ જાહેર કરેલું છે ત્યારે તેની વિરુદ્ધમાં કોઇ નિર્ણય લઇ શકાય નહી.

અન્ય સમાચારો પણ છે...