અરજી નામંજૂર:રૂા.27 લાખના છેતરપિંડી કેસમાં આગોતરા નામંજૂર

વડોદરા / જયપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એરપોર્ટ પર રેસ્ટોરન્ટના નામે લોન લઇ ઠગાઈ
  • બનાવટી એમઓયુ કરીને આખો ખેલ પાડ્યો

વડોદરા એરપોર્ટ પર રેસ્ટોરન્ટ અને સ્નેકબારનું બનાવટી એમઓયુ કરીને રૂા.27.70 લાખની છેતરપિંડીમાં સંડોવાયેલા આરોપીએ જયપુર કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકતાં ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ ઓથોરીટીની મંજૂરી વગર કોઇ પેટા કોન્ટ્રાક્ટ આપી શકાય નહી કે, લાયસન્સ પણ ટ્રાન્સફર કરી શકાય નહી તેમ છતાં જયપ્રકાશ જોષી નામના શખ્સે વડોદરા એરપોર્ટ પર રેસ્ટોરન્ટ અને સ્નેકબારનું બનાવટી એમ.ઓ.યુ. કરીને રૂા.27.70 લાખ પડાવ્યાં હતા. તેમજ બેંક ગેરંટીના રૂા.74 હજાર પણ લીધા હતા. આ કેસમાં ગુનો દાખલ થતાં જયપ્રકાશ જોષીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકતા તેની અરજી અદાલતે નામંજૂર કરી હતી.

આરોપી સામે નોંધાયેલા ગુનાની તપાસમાં ખુલવા પામ્યું હતું કે, અરજદારે અગાઉ પણ આ પ્રકારે છેતરપિંડી કરી છે. અરજદારે ઘણા એરોપોર્ટ પર એવ કેટરીંગના નામથી લાયસન્સ લઇને અન્ય પેઢી કે, વ્યક્તિને વધુ નફાની લાલચ આપી બાગીદાર બનાવી મોટી રકમ પડાવી છેતરપિંડી કરી હોવાનું જણાયું હતું.તપાસમાં અનેક વિગતો સપાટી પર આવી હતી.

અન્ય સમાચારો પણ છે...