રસીકરણ અભિયાન:શાબાશ બાળ યોદ્ધા: 20,638 કિશોરોએ રસી મૂકાવી સમય અઢી કલાક વધાર્યો, ગભરામણનો કોઈ કિસ્સો નહીં

વડોદરા18 દિવસ પહેલા
વડોદરા જિલ્લાના સોખડા ગામે શેઠ જગાજી વિદ્યાલય ખાતેથી જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં તરૂણોને કોરોનાની રસી મૂકવાના આરોગ્ય અભિયાનનો પ્રારંભ થયો
  • વાલીઓને કાળજી લઇને 15થી 18 વર્ષની ઉંમરના સંતાનોને કોરોના રસી મૂકાવી લેવા વડોદરા જિલ્લા વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો
  • ડર્યા ખરા પણ ડગ્યા નહીં કોઇએ માતાનો હાથ પકડી લીધો, કોઇને સમજાવવા પડ્યા પણ રસી તો મૂકાવી જ

વડોદરા જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના સોખડા ગામે શેઠ જગાજી વિદ્યાલય ખાતેથી જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં તરૂણોને કોરોનાની રસી મૂકવાના આરોગ્ય અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે વાલીઓને 31/12/2007 પહેલાં જન્મેલા અને 15થી 18 વર્ષની ઉંમરના સંતાનોને નજીકના કેન્દ્ર ખાતે રસી અપાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કોરોના સામે સુરક્ષા કવચ ઉભુ કરવામાં તરૂણોના રસીકરણની વ્યવસ્થા એક આગવું સોપાન છે. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈન અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય તેમની સાથે રહ્યાં હતા.

તરૂણોમાં ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો
વિવિધ શાળા કેન્દ્રો ખાતે રસી લેવા આવેલા તરૂણોમાં ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો. નીર, અપર્ણા, મયુશા અને હિમેશે જણાવ્યું હતું કે, રસી આપવામાં આવી ન હોવાથી અમારા વાલીઓ અમને શાળામાં મોકલતા ડરતા હતા. અમે વર્ગો ભરતાં પણ અમને ઉચાટ રહેતો. હવે રસી લેવાને પગલે વાલીઓ અમને અચકાટ વગર શાળાએ મોકલશે અને અમે પણ કોરોનાના ડર વગર ભણી શકીશું. રસી લેવાથી કોઈ વિપરીત અસર અમને જણાઈ નથી.

વિવિધ શાળા કેન્દ્રો ખાતે રસી લેવા આવેલા તરૂણોમાં ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો
વિવિધ શાળા કેન્દ્રો ખાતે રસી લેવા આવેલા તરૂણોમાં ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો

203 કેન્દ્રો પર રસીકરણ અભિયાન શરૂ કર્યું
વડોદરા જિલ્લામાં સર્વેને આધારે ઉપરોક્ત વય જૂથના અંદાજે 69 હજાર તરૂણોને કોરોના રસી આપવા શાળાઓ અને સરકારી દવાખાનાઓમાં અંદાજે 203 જેટલા કેન્દ્રો રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારે કોવેક્સિન રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે.આ અભિયાનના ભાગરૂપે મહા રસીકરણ ઝુંબેશ અને સંધ્યા રસીકરણ સત્રો યોજવામાં આવ્યા છે. આ અભિયાનમાં શિક્ષણ વિભાગ અને શિક્ષણ સંસ્થાઓનો સહયોગ મળ્યો છે. વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ, કરજણના ધારાસભ્ય, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ,પાદરાના ધારાસભ્ય સહિત મહાનુભાવોએ વિવિધ રસીકરણ સ્થળોની મુલાકાત લઈને તરુણો અને વાલીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.

69 હજાર તરૂણોને કોરોના રસી આપવા શાળાઓ અને સરકારી દવાખાનાઓમાં અંદાજે 203 જેટલા કેન્દ્રો રાખવામાં આવ્યા છે
69 હજાર તરૂણોને કોરોના રસી આપવા શાળાઓ અને સરકારી દવાખાનાઓમાં અંદાજે 203 જેટલા કેન્દ્રો રાખવામાં આવ્યા છે

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ પોતાની પુત્રીને રસી અપાવી
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદયની પુત્રી હેલીને તેની શાળા અંબે વિદ્યાલય,માંજલપુર ખાતે રસી મૂકવામાં આવી હતી. આ અંગે તેમણે જણાવ્યું કે, તરૂણ રસીકરણ સલામત છે. કોરોના સામે રક્ષણમાં ઉપયોગી છે એટલે જેમના સંતાનો 15થી 18 વર્ષની ઉંમરના હોય એવા વાલીઓ તેમના સંતાનોને અચૂક રસી મુકાવી લે.

વાલીઓને કાળજી લઇને 15થી 18 વર્ષની ઉંમરના સંતાનોને કોરોના રસી મૂકાવી લેવા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ અનુરોધ કર્યો
વાલીઓને કાળજી લઇને 15થી 18 વર્ષની ઉંમરના સંતાનોને કોરોના રસી મૂકાવી લેવા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ અનુરોધ કર્યો

સર્વમંગલ સ્કૂલ રસીકરણ- માસ્કનાં પોસ્ટરોથી સ્કૂલ સજાવી
​​​​​​​પ્રાંગણમાં સ્કૂલે પોતાના ર્ખચે સમિયાણો બાંધી રસીકરણ અને માસ્કના પોસ્ટરોથી પરિસરને શણગાર્યુંં હતું આગલા દિવસથી રજિસ્ટ્રેશન થયું હોવાને પગલે ચાર ટીમના 10 કર્મચારીઓ આરોગ્ય વિભાગ દ્વારા ફાળવાયા હતા શાળા દ્વારા પણ સ્પીકર અને માઇક મૂકીને સતત માર્ગદર્શન પુરુ પડાયું હતું.

અંબે સ્કૂલ, માંજલપુર-સ્ટાફ જમવા જતાં વાલીઓનો હોબાળો
બપોરે 12 વાગ્યાના અરસામાં શાળાનો સ્ટાફ જમવા જતો રહેતાં હંગામો મચ્યો હતો,વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે 10:30 વાગ્યાથી આવ્યા છે પરંતુ પાછળથી આવેલાને રસી મૂકાય છે. આચાર્યનાજણાવ્યા મુજબ અમે સાડા સાત વાગ્યાના ફરજ પર છે. અમે વાલીઓ પાસેથી પણ શિસ્તની અપેક્ષા રાખીએ છીએ.

બાલ ભારતી સ્કૂલ સ્કૂલમાં નાસ્તા બાદ રસીકરણ શરૂ કરાયું
શાળામાં સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ આવતા હોવાથી 9:30 વાગે રસીકરણ શરૂ કરવાને બદલે વિદ્યાર્થીઓ કદાચ ખાલી પેટે આવ્યા હોય તેવી ચિંતાથી દસ વાગ્યાની વિશેષમાં વિદ્યાર્થીઓને નાસ્તો કરાવ્યા બાદ રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું સવારની પાળીમાં શૈક્ષણિક કાર્ય પણ રસીકરણ સાથે ચાલુ રખાયું હતું.

ઓક્ઝિલિયમ કોન્વેન્ટ - વાલીઓમાં ઉચાટ, છાત્રોમાં ઉત્સાહ
અહીં સવારના 9 વાગ્યાથી શરૂ થયેલુ રસીકરણ 4 વાગ્યા સુધી ચાલ્યું હતુ, કુલ 400 વિદ્યાર્થીઓએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. વિઘાર્થીઓએ હિંમતભરે રસી મૂકાવી હતી. વાલીઓના મોઢા પર ઉચાટ દેખાતો હતો પરંતુ વિધાર્થીઓએ સ્વસ્થતા જાળવી રાખીને રસી મૂકાવી હતી.

મહારાણી - સહેલી સાથે વાતો કરીને ડર દૂર કર્યો, સેલ્ફી લીધી
મહારાણી શાળામાં કુલ 332 વિદ્યાર્થીઓનું રસીકરણ થયું હતુ જેમાં 28 વિદ્યાર્થી બહારના હતા. સામાન્ય રીતે ઇન્જેકશનની સોયથી ડરતી વિદ્યાર્થિનીઅોઅે રસી માટે લાઇનમાં ઉભા રહ્યા બાદ કે વર્ગમાં બેસાડાયા પછી સહેલીઅો સાથે વાત કરીને ડર દૂર કર્યો હતો. રસી બાદ સેલ્ફી લઈ અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...