તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સંક્રમણ રોકવા રેલવે સ્ટેશન પર જ ટેસ્ટ કર્યા બાદ યાત્રીને પ્રવેશ આપો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર પોલીસ અને રેલવે અધિકારીઓની બેઠકમાં સૂચન
  • રેલવે પાલિકાની મદદ લઇને ટેસ્ટ કરવાની વ્યવસ્થા ગોઠવે

વડોદરા રેલ્વે સ્ટેશન પર બીજા રાજ્યોમાંથી પ્રવાસ ખેડી આવતા મુસાફરો થકી કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે રેલ્વે સ્ટેશન ડાયરેક્ટર સહિત અન્ય રેલ્વે અધિકારીઓ અને સયાજીગંજ પોલીસ વચ્ચે શનિવારે મહત્વની બેઠક મળી હતી. આ મીટીંગમાં વડોદરા રેલ્વે સ્ટેશન પર ઉતરતાં મુસાફરોનો આરટીપીસીઆર અને રેપીડ ટેસ્ટ થયા બાદ જ તેમને શહેરમાં પ્રવેશ આપવા આવે તેવું સુચન પોલીસ અધિકારીઓ દ્વારા રેલ્વે તંત્રને કરાયું છે.

સયાજીગંજના પીઆઈ એ.વી.આલે જણાવ્યું હતું કે, હાલ રેલ્વે સ્ટેશન પર માત્ર હરીદ્વાર કુંભમેળામાંથી આવે તેવા જ પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટની જોગવાઈ હતી. પરંતુ રેલ્વે તંત્ર દ્વારા અલાયદી આરટીપીસીઆર કે રેપીડ ટેસ્ટ કરવાની કોઈ વ્યવસ્થા નથી. પોલીસ અધિકારીઓએ રેલ્વેના ડાયરેક્ટર સત્યદેવ મીણાને સુચન કર્યું છે કે,તેઓ રેલ્વે હોસ્પિટલ કે પછી કોર્પોરેશનની મદદ લઈને જ રેલ્વે પ્લેટફોર્મ પર આરટીપીસીઆર ટેસ્ટ તેમજ રેપીડ ટેસ્ટની વ્યવસ્થા કરે.સત્યદેવ મીનાએ જણાવ્યું હતું કે આ અંગે પાલિકાને રજૂઆત કરીશું જેથી બહારથી આવતા મુસાફરોના કારણે કોરોના સંક્રમણ ફેલાય નહી.

અન્ય સમાચારો પણ છે...