તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશ અંગે સ્પષ્ટતા:શાળાની સંખ્યા પર અસર ન થાય તે રીતે પ્રવેશ આપો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બોર્ડ દ્વારા ધોરણ 9માં પ્રવેશ અંગે સ્પષ્ટતા કરાઈ

ધો. 9 અને 11માં વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 75 રાખવા માટેના બોર્ડના આદેશ બાદ ગ્રાન્ટેડ શાળાઓના વર્ગો બંધ થાય તેવી શક્યતા અંગેની રજૂઆતો બોર્ડ સમક્ષ કરાઈ હતી. જેથી બોર્ડ દ્વારા ધો.9માં પ્રવેશ અંગે સ્પષ્ટતા કરાઈ છે. જેમાં ધોરણ 9માં પ્રવેશ વખતે ગ્રાન્ટેડ શાળાને અસર ન થાય તેનું ધ્યાન રાખવાની સૂચના અપાઈ છે. ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે. જેથી ધોરણ 11માં પ્રવેશની સમસ્યા ઊભી થાય તેવી સ્થિતિ સર્જાઇ છે.

બોર્ડ દ્વારા પરિપત્ર કરીને વર્ગદીઠ 75 વિદ્યાર્થીઓ બેસાડવા માટેની મંજૂરી અપાઈ છે. ધોરણ 9માં પણ 75 વિદ્યાર્થી બેસાડવાની મંજૂરી અપાઈ છે. જોકે ધોરણ 9માં 75 વિદ્યાર્થીઓ ફાળવવામાં આવે તો ગ્રાન્ટેડ શાળાઓના વર્ગો બંધ કરવા પડે તેમ હોઇ આ મુદ્દે બોર્ડ સમક્ષ વિવિધ મંડળો દ્વારા રજૂઆતો કરાઈ હતી. આ મુદ્દાને ધ્યાનમાં લઇને ધોરણ 9ના વર્ગો ધરાવતી શાળાઓની સંખ્યામાં અસર ન થાય તે રીતે પ્રવેશ કાર્યવાહી કરવા માટે બોર્ડ દ્વારા શાળાઓને સૂચના અપાઈ છે. જેથી ગ્રાન્ટેડ માટે બિનજરૂરી સ્પર્ધા ઊભી ન થાય તેની કાળજી લેવા માટે પણ સલાહ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...