જાહેરાત:નાટા 2020ની પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે થનાર નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન આર્કિટેક્ચર પરીક્ષા માટે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર એ એડમિટ કાર્ડ જાહેર કરી દીધા છે. નાટા 2020 માટે અરજી કરનાર ઉમેદવાર પરીક્ષા પોર્ટલ nata.in થી એડમીટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ લોગ ઈન સેક્શનમાં જઈને પોતાના ઈમેલ અને પાછળથી લોગ ઈન કરવાનું રહેશે. તે પછી ઉમેદવાર પરીક્ષા માટે જાહેર કરાયેલ એડમિટ કાર્ડ 2020 ડાઉનલોડ શકશે. કોરોનાને કારણે આ વખતે નાટાની શરૂઆત ૨૯ ઓગસ્ટ થી કરવામાં આવશે. હજુ સુધી પરિષદ દ્વારા બીજી પરીક્ષાની તારીખ વિશે જાણકારી આપવામાં આવી નથી. પરંતુ જલ્દી પરીક્ષાની તારીખ વિશે જાણકારી અપાશે.

અન્ય સમાચારો પણ છે...