એજયુકેશન:યુનિવર્સિટીની હોસ્ટેલોમાં 2 મહિનામાં 2500 વિદ્યાર્થીઓને એડમિશન અપાયું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષાને પગલે હોસ્ટેલમાં પ્રવેશ : મેમાં પણ હોસ્ટેલ ચાલુ રહેશે

કોરોના મહામારીના પગલે છેલ્લા દોઢ વર્ષથી હોસ્ટેલો બંધ હતી. જોકે 2021માં છૂટછાટ મળ્યા પછી વિદ્યાર્થીઓને કોરોનાના ગાઇડલાઇન પ્રમાણે પ્રવેશ અપાયો હતો. જેના કારણે પૂર્ણ ક્ષમતા સાથે હોસ્ટેલો ભરવામાં આવી ના હતી. જોકે 2022માં ફરજયાત ઓફલાઇન શિક્ષણ થઇ જવાના પગલે હોસ્ટેલો ભરવાની શરૂઆત કરવામાં આવી હતી.

ફેબ્રુઆરીથી રાબેતા મુજબ પ્રવેશ આપવાની શરૂઆત કરાઇ હતી. વિદ્યાર્થીઓની પરીક્ષાઓ એપ્રીલ-મે મહિનામાં હોવાના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશ લઇ લીધો હતો. બે મહિનાના સમયગાળામાં જ 2500 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. હોસ્ટેલના 16 હોલમાં 5 હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા છે ત્યારે હવે હોસ્ટેલ સંપૂર્ણ રીતે ફૂલ થઇ ગઇ છે. હોસ્ટેલમાં એક સત્રથી ઓછા સમય માટે પ્રવેશ આપવાનો હોવાથી ફીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...