તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:સોશિયલ વર્કમાં રિટર્ન ટેસ્ટથી જ પ્રવેશ મળશે

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગ્રૂપ ડિસ્કશન-પર્સનલ ઇન્ટર્વ્યૂમાં ગરબડના આક્ષેપ
 • MSWનો 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ શરૂ કરાશે

સોશિયલ વર્ક ફેકલ્ટીમાં ગ્રૂપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટર્વ્યુને બદલે રિર્ટન ટેસ્ટના આધારે પ્રવેશ અપાશે. આ ઉપરાંત 5 વર્ષનો એમએસડબ્લ્યુનો ઇન્ટિગ્રેટેડ કોર્સ પણ શરૂ કરવામાં આવશે. મ.સ.યુનિ.ની સોશિયલ વર્ક ફેકલ્ટીમાં એમએસડબ્લ્યુ, એમએચઆરએમ, પીજી ડીએચ આરએમ જેવા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ગ્રૂપ ડિસ્કશન, પર્સનલ ઇન્ટર્વ્યુ અને રિટર્ન ટેસ્ટ જેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું.

જોકે છેલ્લા કેટલાક સમયથી ગ્રૂપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટર્વ્યુમાં ગરબડ થતી હોવાના આક્ષેપો સેનેટ સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા. 30મી એપ્રિલે ફેકલ્ટી બોર્ડની બેઠકમાં રિટર્ન ટેસ્ટ આધારે પ્રવેશ અપાશે તેવો નિર્ણય લેવાયો છે. રિટર્ન ટેસ્ટ આપનાર દરેક વિદ્યાર્થીઓના માર્ક પણ જાહેર કરાશે. આ ઉપરાંત અન્ય ફેકલ્ટીની જેમ એક વર્ષનો સર્ટિફિકેટ કોર્સ, 2 વર્ષના ડિપ્લોમા કોર્સ તથા 5 વર્ષનો એમએસડબ્લ્યુ ઈન્ટિગ્રેટેડ કોર્સ શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો