બગીચામાં પહેરો:કમાટીબાગમાં આઇકાર્ડ ચેક કર્યા બાદ જ 18 વર્ષથી નાની કિશોરીઓને એન્ટ્રી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કથિત દુષ્કર્મની ઘટના બાદ પાલિકા અને પોલીસે ચોકસાઇ વધારી
  • માતા-પિતાને ફોન કરી સંતાન ફરવા આંવ્યું છે તેની જાણ છે કે કેમ તેવી ખાતરી કરાય છે

કમાટીબાગમાં દુષ્કર્મનો બનાવ બન્યા બાદ પાલિકાના સિક્યુરિટી સ્ટાફ અને પોલીસ તંત્ર વધુ ચોકસાઇ રાખવામાં આવી રહી છે. કમાટીબાગમાં 18 વર્ષથી નાની કિશોરીઓને આઇકાર્ડથી જ એન્ટ્રી આપવાનો નિયમ અમલમાં આવ્યો છે. બીજી તરફ કમાટીબાગમાં પોલીસના હાથે જો ઝડપાય તો પોલીસ દ્વારા કિશોરીના માતા-પિતાને ફોન કરી તેમનું સંતાન તેમની જાણમાં ફરવા ગયું છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી રહી છે.

વડોદરા શહેર કરતા આસપાસના ખાસ કરીને પાદરા, કરજણ, સાવલી અને વાઘોડિયાના આવા પંખીડાઓ કમાટીબાગમાં જોડકામાં ફરવા આવતા હતા. કમાટીબાગના સિક્યુરિટી ઇન્ચાર્જ અરુણ કહારે જણાવ્યું કે, ‘રોજના અહીં સંખ્યાબંધ ઓછી ઉંમરની કિશોરીઓ કિશોર સાથે અથવા એકલદોકલ આવે છે. જેમની પાસે આઇકાર્ડ નથી હોતા તેમને સલામતીના કારણોસર પ્રવેશ અપાતો નથી. અમને શંકા જાય તો તેના માતા કે પિતા સાથે ટેલિફોનિક વાતચીત કરાવવા માટે કહીએ છીએ. જો તેમને વાંધો ન હોય તો ફરવાની છૂટ આપીએ છીએ.

બાગમાં પોલીસ દ્વારા પણ રોજ 6થી 8 જેટલી કિશોરીઓની પૂછપરછ કરીને ખાતરી કરવામાં આવે છે અને તેમના માતા-પિતાને ફોન કરીને બોલાવવામાં આવે છે. શી (SHE) ટીમના નોડલ અધિકારી એસડી. ચૌધરીએ જણાવ્યું કે, ‘ અહીં આવતા છોકરા-છોકરીઓ અમે થોડોક સમય માટે જ આવ્યા હતા એમ કહીને બચાવ કરે છે. કેટલાક કિસ્સામાં અમે ફોટો પણ પાડીએ છીએ જેથી તેઓ આ બાબતની ગંભીરતા સમજી જાય છે. અમે ફરીવાર નહીં આવીએ એમ કહીને રવાના થઇ જાય છે. જોકે આ અભિગમને લીધે ફેર પડ્યો છે. એ લોકો આવતા હવે ઓછા થયા છે.’

બંને પાસે આઇકાર્ડ ન હતાં
કમાટીબાગમાં સવારે દોઢ વાગ્યાના અરસામાં એક છોકરો-છોકરી આવતા સિક્યુરિટીવાળાઓએ અટકાવીને આઇકાર્ડ માગ્યા તો છોકરાએ દલીલો શરૂ કરી હતી પણ જ્યારે નિયમ હોવાનું કહેતા જ બંનેએ કાર્ડ કાર્ડ હોવાનું ન જણાવ્યું હતું. પણ જ્યારે પૂછવામાં આવ્યું કે ક્યાંથી આવો છો ? તો અમિતનગર એવો જવાબ આપીને ચાલતી પકડી હતી. જ્યારે અન્ય અેક કપલ જે પાદરા નજીકના ગામથી અાવ્યું હતું તેની પણ પુછપરછ કરતાં સિક્યુરીટીને શંકા જતાં તેના ઘરે પિતા સાથે વાત કરાવી હતી. જો કે પિતાએ છોકરો યુપીનો છે અને તેની સાથે સગાઈ થઇ છે હોવાનું જણાવ્યું હતું.

શી ટીમ-પોલીસના આ અભિગમની મા-બાપ પણ પ્રશંસા કરે છે
આ વિશે સયાજીગંજના પીએસઆઇ એમપી ચૌધરીએ જણાવ્યું કે, ‘ યુવક-યુવતીઓ કમાટીબાગમાં શી ટીમ કે પોલીસ સામે બહાના કાઢે છે પણ અમે તેમના મા-બાપ સાથે વાત કરીએ છીએ ત્યારે તેમને પણ હકીકત જાણવા મળે છે. અમે મા-બાપને કહીએ છીએ કે તેમની પુત્રી ફલાણા છોકરા સાથે છે અને તેની ઓળખ સરનામા સાથે આપીએ છીએ. તેઓ ચોંકી જાય છે પણ સાથે શી ટીમ-પોલીસનો આભાર માને છે.

પોલીસ અટકાવે તો બહાનાબાજી ...

  • 20% છોકરી-છોકરાઓ આ મારો ભાઇ/ મારી બહેન છે એવું કહે છે પણ તપાસ કરતા 80 ટકા કિસ્સામાં ફ્રેન્ડ નીકળે છે.
  • 15થી20% મુલાકાતીઓ મારો ફિયાન્સ છે, જ્યારે તપાસમાં 5 ટકા જ એવા હોય છે.
  • 40% કિસ્સામાં છોકરી પોતાની બહેનપણી સાથે જાઉ છું કહીને ઘરેથી નીકળી હોય છે પણ બગીચામાં તેની સાથે કોઇ મિત્ર હોય છે.
  • 15થી 20% છોકરા-છોકરીઓ પોતે ફ્રેન્ડ છે એવું સ્વીકારી લે છે. જો છોકરી સગીર જણાય તો આઇકાર્ડ માગવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...