એજ્યુકેશન:એસ.વાય અને ટી.વાય ની એડમિશન પ્રક્રિયા બંધ થઈ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.ની વેબસાઇટમાં ફરી ધાંધિયા
  • વિદ્યાર્થી સંગઠનોએ સમય વધારવા માગણી કરી

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની એસવાય અને ટીવાય ની એડમિશન પ્રક્રિયા છેલ્લા એક અઠવાડીયાથી બંધ થઈ ગઈ છે. વિદ્યાર્થી સંગઠનોએ આ અંગે કોમર્સ ડીનને તારીખો લંબાવવા માટે રજૂઆત કરી હતી. યુનિવર્સિટીની પરીક્ષા વિભાગના ગેરવહીવટ ના પગલે એસ.વાય અને ટી વાય બી કોમના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકતા નથી. વિદ્યાર્થી સંગઠનોએ એડમિશન પ્રક્રિયા લંબાવવા માટે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી.

ટેકનિકલ એરર દેખાતી હોવાના કારણે ફોર્મ ભરવાની વંચિત
​​​​​​​
ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન ના આગેવાન પંકજ જયસ્વાલે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે કોમર્સની એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી પરંતુ છેલ્લા એક અઠવાડીયાથી બંધ થઈ ગઈ છે હજુ ૯૦ ટકા વિદ્યાર્થીઓ નું એડમિશન થયું નથી 8 જુલાઈ અંતિમ તારીખ છે જેથી વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે કે નહીં તેની ચિંતા સતાવી રહી છે જેથી જલદીમાં જલદી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તારીખો લંબાવવામાં આવે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના કોમર્સ ફેકલ્ટીના પ્રમુખ ધ્રુવ મકવાણાએ રજૂઆત કરી હતી કે વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયામાં ઘણી મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે ઘણા સમય સુધી એસ.વાય અને ટી વાય બી કોમના વિદ્યાર્થીઓ ને વેબસાઈટમાં ટેકનિકલ એરર દેખાતી હોવાના કારણે ફોર્મ ભરવાની વંચિત રહી ગયા છે જેના કારણે એસવાય અને  ટીવાય બીકોમ ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...