ચાલુ વર્ષે ધોરણ 10નું 61.21 ટકા પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 23,113 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જોકે આ વખતે વિજ્ઞાન પ્રવાહ અને કોમર્સમાં પ્રવેશ અંગે કોઇ પણ સમસ્યા સર્જાશે નહિ. ખાસ કરીને બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત અલગ કરવામાં આવતાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે મુશ્કેલી નહીં સર્જાય. ગત વર્ષે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, જેથી તે સમયે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હંગામી ધોરણે વર્ગ વધારો આપવો પડ્યો હતો.
ધોરણ 10ના પરિણામ બાદ વિદ્યાર્થીઓના ધોરણ 11માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થનાર છે. જોકે ચાલુ વર્ષે વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે કોઇ સમસ્યા સર્જાશે નહિ. ખાસ કરીને સાયન્સમાં પ્રવેશ માટે સમસ્યા ઊભી થતી હોય છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીના અધિકારીએ જણાવ્યું હતું કે, 130 જેટલી સાયન્સ ધરાવતી સ્કૂલોમાં અંદાજિત 7 હજાર જેટલી બેઠકો આવેલી છે.
શહેરમાં 30 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ પણ આવેલી છે. ગત વર્ષે માસ પ્રમોશનમાં 42,852 વિદ્યાર્થીઓ પાસ થયા હતા તેમ છતાં ધોરણ 12 સાયન્સમાં 6 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વખતે માત્ર 23,113 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેથી સાયન્સમાં પ્રવેશની કોઇ સમસ્યા ઊભી થશે નહિ. આ ઉપરાંત બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત અલગ-અલગ હોવાને કારણે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશનો પ્રશ્ન નહીં રહે. જેણે બેઝિક ગણિત સાથે ધો.10 પાસ કર્યું હશે તે બી ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે.
આજે અને કાલે ફોર્મ ભરી શકાશે, પહેલી યાદી 13મી જૂને બહાર પડાશે
ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ લેવા ઇચ્છુક એસસી, એસટી, ઓબીસી તથા ઇડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 8મી અને 9મીના રોજ સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે બપોરે 1 થી 2 વાગ્યા સુધી પ્રવેશ ફોર્મ ભરી શકાશે. જ્યારે પ્રથમ પ્રવેશ યાદી 13 જૂને તથા બીજી પ્રવેશ યાદી 17 જૂને બહાર પાડવામાં આવશે.
ગ્રાન્ટેડ સ્કૂલોમાં બેઠકનું વર્ગીકરણ | |
બેઠક | સંખ્યા |
અનુસૂચિત જાતિ | 5 |
અનુસૂચિત જનજાતિ | 11 |
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત | 20 |
આર્થિક રીતે નબળા વર્ગો | 8 |
પોતાની શાળા | 25 |
અન્ય શાળા | 6 |
કુલ | 75 |
સાયન્સ માટે છાત્રોએ સ્ટાન્ડર્ડ ગણિત લીધું હતું
બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત અલગ-અલગ છે. સાયન્સમાં પ્રવેશની સમસ્યા રહેશે નહિ. સાયન્સ લેનાર વિદ્યાર્થીએ સ્ટાન્ડર્ડ ગણિત લીધું છે. માસ પ્રમોશન સમયે પણ પ્રવેશ આપી દેવાયો હતો. આ વખતે પ્રશ્ન ઉપસ્થિત થશે નહિ. - પરેશ શાહ, શિક્ષણવિદ
ધોરણ 10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતની ગાઇડ લાઇન જાહેર કરાઇ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.