તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:સાંજના ડિપ્લોમા કોર્સમાં 100 વિદ્યાર્થીઓનો પ્રવેશ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઓનલાઇન કોર્સ નોકરિયાતો માટે આશીર્વાદ રૂપ, કોરોનામાં કોમર્સના 3 કોર્સમાં વિદ્યાર્થીની સંખ્યા વધી

કોમર્સ ફેકલ્ટીમાં ચાલતા ત્રણ ઇવનિંગ ડિપ્લોમા અભ્યાસ કરવામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. કોમર્સ ફેકલ્ટીમાં ઇવનિંગમાં ચાલતા એક વર્ષના ડિપ્લોમા અભ્યાસક્રમો બિઝનેસ મેનેજમેન્ટ માર્કેટિંગ મેનેજમેન્ટ સ્ટ્રેટેજિક હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટના અભ્યાસક્રમમાં દરેક કોર્સની 50 લેખે દોઢસો બેઠકો આવેલી છે. દર વર્ષે અભ્યાસક્રમોમાં 60થી 70 જેટલી બેઠકો ભરાતી જોકે ચાલુ વર્ષે અત્યાર સુધી 100 થી વધારે વિદ્યાર્થીઓને એડમિશન લીધા છે. કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અભ્યાસક્રમો ચલાવાઈ રહ્યા છે. અગાઉ અભ્યાસક્રમોની ફી 24 હજાર રૂપિયા હતી જોકે તેમાં ઘટાડો કરીને 14 હજાર રૂપિયા કરાઇ છે.

વિદ્યાર્થીઓની સંખ્યા વધવાનું આ પણ એક કારણ છે. સૌથી મહત્વનું કારણ ઇવનિંગ માં ચાલતા અભ્યાસક્રમો માં નોકરી કરતા વિદ્યાર્થીઓ વધારે સંખ્યામાં આવતા હોય છે. કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે ઓનલાઇન અભ્યાસ કરાવાઈ રહ્યો છે જેના કારણે નોકરી કરીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાહત થઇ છે. તેઓ નોકરીના સમય પછી પોતાના ઘરે બેઠા અભ્યાસ કરી શકે છે. અભ્યાસ શરૂ કરતાં પહેલા 4 દિવસનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ પર રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો