હાલમાં ધોરણ 9ના પરિણામો જાહેર થઇ ગયા છે. હવે ધોરણ 10 માં વિષય પસંદગી વિદ્યાર્થીઓની કારર્કિદી માટે મહત્વની છે. શિક્ષણવિદોના મત અનુસાર વિદ્યાર્થીઓએ શું કરવું છે તે ધ્યાન રાખીને વિષય પસંદ કરવા જોઇએ. જેમ કે સંસ્કૃત વિષય લેનારને આર્યુવેદના અભ્યાસમાં ફાયદો થાય છે તેવીજ રીતે આર્ટસ સાથે ચિત્ર લેનારને ફાઇન આર્ટસનો પ્રવેશ આસાન થઇ શકે છે. કોમ્પ્યુટર લેનાર વિદ્યાર્થીઓને બીસીએમાં ફાયદો થાય છે. ધોરણ 10 માં એક મહિના બાદ પણ વિષય બદલવો હોય તે બદલી શકે છે.
ભાષાની પસંદગી બાબતે શું ધ્યાન રાખવું?
ગુજરાતી-અંગ્રેજી (હાયર લેવલ) પ્રથમ ભાષા (ફરજિયાત)
અંગ્રેજી-ગુજરાતી (લોવર લેવલ) બીજી ભાષા (ફરજિયાત)
સંસ્કૃત - વિદ્યાર્થીઓ સ્કોરીંગ વિષય તરીકે પસંદ કરે છે ટકાવારી વધી શકે છે. ધ12 સાયન્સ પછી આયુર્વેદ કરનાર માટે ફાયદારૂપ.
હિન્દી - સરકારી ક્ષેત્રમાં પ્રમોશન મેળવતી વખતે અથવા નોકરી દરમિયાન ધોરણ 10 અને 12માં હિન્દી હોવું મહત્વનું છે.
ધોરણ 10 પાસ કર્યા પછી હિન્દી વિષયને આઇસોલેટ વધારાના વિષય તરીકે પરીક્ષા વિદ્યાર્થીઓ આપી શકે છે.
વૈકલ્પિક વિષયોની પસંદગી
બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત
બેઝીક ગણિત - સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મળે છે. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં જીવવિજ્ઞાનની પસંદગી કરી શકે છે.
સ્ટાર્ન્ડડ ગણિત - સાયન્સમાં પ્રવેશ માટે પસંદ કરતાં હોય છે જોકે પસંદ કરનાર વિદ્યાર્થી કોમર્સમાં પણ જઇ શકે છે.
(શિક્ષણવિદ પરેશ શાહ, કિરણ પટેલ, ભરત ઉપાધ્યાયના જણાવ્યાનુસાર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.