ચડ્ડો પહેરીને કોલગેટ લેવા ગયેલા હિન્દુ યુવકોને મુસ્લીમ યુવકે લોખંડી પાઇપ મારીને ઇંજા પહોંચાડતા આ બનાવ અંગે વાડી પોલીસમાં ફરિયાદ આપવામાં આવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વાડી વિસ્તારમાં આવેલા કબિર મંદિરની પાછળ રાણાવાસમાં રહેતા ગૌરાંગ રાણા શનિવારે પાણીગેટ ગોલવાડથી પોતાને મિત્ર દક્ષેશને લઈને નાલબંદવાડા ખાતે સ્ટોરમાં કોલગેટ લેવા ગયા હતા. ગૌરાંગ અને દક્ષેશ જ્યારે પ્રોવિઝન સ્ટોરમાં ઉભા હતા ત્યારે આદિલ ઉર્ફે સલીમ શેખે ત્યાં અચાનક પહોચી અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી ગૌરાંગે તેને પૂછ્યું હતું કે તું કેમ ગાળો બોલે છે, જેથી તેણે કહ્યું હતું કે તારે અમારા વિસ્તારમાં ચડ્ડો પહેરીને આવવું નહી.
જેથી ગૌરાંગ અને દક્ષેશે પ્રતિકાર કરતા જણાવ્યું હતું કે, અમારે જે પહેરવું હોય તે પહેરીએ, તું અમને કહેવા વાળો કોણ? આમ કહેતાં જ છુટ્ટા હાથે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. ગૌરાંગને વાત વધારે આગળ વધારવી ન હોવાને કારણે તે દક્ષેશને લઈને નિકળી જવા સ્કુટર ચાલુ કર્યું હતું.આ દરમિયાન આદિલ પીવીસીની પાઈપ લઈને આવ્યો હતો અને ગૌરાંગને જમણ હાથ અને આંખ નીચે મારી દીધી હતી. ઝગડાને પગલે લોકટોળા ભેગા થઈ ગયા હતા અને બંન્નેને છૂટા પાડ્યા હતા. ગૌરાંગ અને દક્ષેશ ત્યાંથી જતા રહ્યા હતા અને જમનાબાઈ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ વાડી પોલીસ સ્ટેશનમાં આદિલ ઉર્ફે બાટલો સલીમ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.