કોવિડ સેન્ટરની મુલાકાત:વડોદરાના માડોધરમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ હોમ આઇસોલેશનમાં સારવાર લેતા દર્દી સાથે સંવાદ કર્યો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અધિકારીએ માડોધર ગામમાં હોમ ક્વોરન્ટીન હેઠળના વડીલની કોવિડ તકેદારીઓ સાથે મુલાકાત લઈને સંવાદ કર્યો હતો - Divya Bhaskar
અધિકારીએ માડોધર ગામમાં હોમ ક્વોરન્ટીન હેઠળના વડીલની કોવિડ તકેદારીઓ સાથે મુલાકાત લઈને સંવાદ કર્યો હતો
  • ઈશ્વરપુરા કોવિડ કેર સેન્ટરમાં સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટિલાવતે આજે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ઈશ્વરપુરા ખાતે કોવિડ કેર સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધાઓ અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને માડોધર ગામમાં કોવિડ સાવચેતી સાથે હોમ આઇસોલેશન હેઠળના વડીલ સાથે સંવાદ કર્યો હતો.

130 પથારીની સુવિધા છે
તેમણે જણાવ્યું હતું કે, ઇશ્વરપુરા ગામમાં વાઘોડિયા તાલુકા માટે પારૂલ આયુર્વેદિક કોલેજના વિશાળ મકાનમાં કોવિડ કેર સેન્ટર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું છે. અહીં 130 પથારીની સુવિધા છે જે પૈકી 20 પથારી ઓક્સિજન સુવિધાવાળી છે. બીજી લહેરમાં મોટેભાગે આવા સેન્ટરોમાં ઓક્સિજન સુવિધા ન હતી પણ હાલમાં કોન્સન્ટ્રેટર જેવા યંત્રોની મદદથી તેની પ્રાથમિક સુવિધા રહેશે. અહીં મહિલા અને પુરુષ દર્દીઓ માટે અલગ વોર્ડ રહેશે. વાઘોડિયા તાલુકામાં જેમના ઘેર જુદાં રૂમ-શૌચાલયની સગવડ ન હોય એવા ક્વોરન્ટીન દર્દીઓ તેનો લાભ લઈ શકશે.

ઈશ્વરપુરા કોવિડ કેર સેન્ટરમાં સુવિધાઓનું નિરીક્ષણ કર્યું
ઈશ્વરપુરા કોવિડ કેર સેન્ટરમાં સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

વડીલની કોવિડ તકેદારીઓ સાથે મુલાકાત લઈને સંવાદ કર્યો
તેમણે માડોધર ગામમાં હોમ ક્વોરન્ટીન હેઠળના વડીલની કોવિડ તકેદારીઓ સાથે મુલાકાત લઈને સંવાદ કર્યો હતો અને જરૂર પડે તો સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ સુવિધાથી ઘર સારવાર હેઠળના દર્દીઓની સંભાળ માટે ઓછી ટીમોની જરૂર પડશે. મુલાકાત દરમિયાન તેમણે ગોરજ ખાતે મમતા દિવસની પ્રવૃત્તિઓ તેમજ હેલ્થ કેર અને ફ્રન્ટલાઇન વર્કરના રસીકરણનું નિરીક્ષણ કર્યું હતું.

ગોરજ ખાતે મમતા દિવસની પ્રવૃત્તિઓ તેમજ હેલ્થ કેર અને ફ્રન્ટલાઇન વર્કરના રસીકરણનું નિરીક્ષણ કર્યું હતું.
ગોરજ ખાતે મમતા દિવસની પ્રવૃત્તિઓ તેમજ હેલ્થ કેર અને ફ્રન્ટલાઇન વર્કરના રસીકરણનું નિરીક્ષણ કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...