વડોદરા લવ-જેહાદ કેસ:માતાજીના ફોટા ફાડીને મૂર્તિ તોડી નાખતા ધાર્મિક લાગણી દુભાવ્યાની કલમ ઉમેરવાની પીડિતાની માગ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબી બાજુથી મોહિબ પઠાણ ,મોહસિન પઠાણ(જેઠ), ઇમ્તીયાઝ પઠાણ(પિતા) - Divya Bhaskar
ડાબી બાજુથી મોહિબ પઠાણ ,મોહસિન પઠાણ(જેઠ), ઇમ્તીયાઝ પઠાણ(પિતા)

સંતોકનગરમાં હિન્દુ યુવતીને ફસાવી જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવાના બનાવમાં પોલીસે ધાર્મિક લાગણી દુભાવવાની કલમનો ઉમેરો કર્યો છે. પીડિતાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા બાદ તેના બળજબરીપૂર્વક નિકાહ કરાવ્યા હતા. તેટલું જ નહીં તેનું નામ માહીરા રાખી હિન્દુ આસ્થાના પ્રતીક સમાન માતાજીના ફોટા ફાડી નાખી શિવજીની મૂર્તિ તોડી નાખી હતી. તદુપરાંત પતિ મોહિબે તેની સાથે મારઝૂડ કરી હતી.

ધાર્મિક લાગણી દુભાવ્યાની કલમ ઉમેરવાની માગ
પીડિતાએ આ અંગે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ મોહિબ, પિતા ઈમ્તિયાઝ અને જેઠ મોહસીન સામે ગુજરાત ધાર્મિક સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ હેઠળ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી બંને કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મોહિબે ઉશ્કેરાઈ માતાજીના ફોટા ફાડી નાખ્યા હતા અને શિવજીની મૂર્તિ તોડી નાખી હતી જેના પગલે પોલીસે ધાર્મિક લાગણી દુભાવ્યાની કલમનો ઉમેરો કર્યો છે.

ફરિયાદ નોંધાવ્યા બાદ ટોળું ઘરે ધસી આવ્યું, સમાધાન કરી લેવા ધમકી
પીડિતાની માતાએ જણાવ્યું હતું કે ફરિયાદ નોંધાવ્યા બાદ સવારે મારા ઘરે ટોળુ ધસી આવ્યું હતું. જે પૈકીની બે મહિલાઓએ મારી પુત્રીના હાથમાંથી પુત્રની ખેંચતાણ કરી મારી પુત્રીને સમાધાન કરી લેવા ધમકી આપી હતી કે તું બે કલાક પછી તો તું બહાર નિકળીશને.મોહિબના નાનાભાઈએ મારી નાની પુત્રીનો હાથ પકડી ઉઠાવી જઈશુ તેમ કહ્યું હતું.

2019માં હિન્દુ સંગઠને લગ્ન રદ કરાવ્યા હતા
મોહિબે 2019માં યુવતી સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. જોકે તે સમયે હિન્દુ સંગઠને તે રદ કરાવ્યું હતું. ત્યારબાદ યુવતી આવા ષડ્યંત્ર વિશે અન્ય યુવતીઓને સમજાવવા માટે જતી હતી. 2020માં મોહિબે ફરીથી ફોસલાવી રજિસ્ટર્ડ મેરેજ કર્યાં હતાં.

પીડિતા જીદ ન કરે તે માટે ઘરમાં તાવીજ લટકાવ્યાં
યુવતી ગર્ભવતી થતાં પિયરનું જમણ ખાવાની જીદ પકડી હતી. યુવતીએ માતાની બોલાવવાનું કહી ધમાલ મચાવતાં તેના સાસરિયાઓએ તેના ઘરે કોઈ વ્યક્તિને બોલાવ્યો હતો અને તેણે ઘરમાં ઠેર ઠેર તાવીજ બાંધ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...