કામગીરી:ભેજાબાજ કલરવ પટેલની સામે GPID કલમ ઉમેરાઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 કરોડની ઠગાઈમાં આરોપીના 2 દિવસના રિમાન્ડ

15 વર્ષ પહેલાં 10 કરોડની છેતરપિંડી કરી વિદેશ ભાગી ગયેલા ભેજાબાજ કલરવ પટેલને મુંબઈ એરપોર્ટ પરથી ગયા સપ્તાહમાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. ડીસીબીએ વધુ બે દિવસના રિમાન્ડ મેળવી નવી જીપીઆઈડી એક્ટ કલમનો ઉમેરો કર્યો છે.2005માં ગોત્રીમાં રહેતા કલરવ વિનોદભાઈ પટેલે આર.સી દત્ત રોડ પર પ્રીમિયર ચેમ્બરમાં વાઇસ એડવાઇસ નામે ફાઇનાન્સ કંપની ખોલી હતી અને માત્ર ત્રણ મહિનામાં રકમ બમણી કરવાની સ્કીમ મૂકી કેટલાક રોકાણકારોને બમણી રકમ પરત કરી વિશ્વાસ ઊભો કર્યો હતો. બાદમાં 2006માં કંપનીનું નામ બદલી સ્માર્ટ કેશ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું.

એમાં નવી સ્કીમ મૂકી 3 માસમાં ડબલ ઉપરાંત 25 ટકા બોનસનું વચન આપ્યું હતું. રિકરિંગસ્કીમ, વિન્ટર પ્લાન, પેન્શન પ્લાનમાં તો 3 ગણા આપવાનંુ કહી 1500 લોકો પાસેથી 10 કરોડ ઉઘરાવી ફરાર થયો હતો. ડીસીબીએ ઉમેર્યું કે, કલરવ દ્વારા ઠગાયેલા લોકોને સંપર્ક સાધવા માટે જણાવાયું છે. કલરવના વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેની સામે ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટની નવી કલમનો ઉમેરો કરાયો છે.જેથી આ કેસ હવે સેશન્સ કોર્ટમાં ચાલશે.

અન્ય સમાચારો પણ છે...