તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેક હવે ગાઇડલાઇન યાદ આવી!:આજે પાટીલની સભામાં હાથ ન મિલાવવા કાર્યકરોને સૂચના, સીએમને કોરોના થયા બાદ હવે ‘દો ગજ કી દૂરી’નું પાલન

વડોદરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્ટેજ પર CMની સભા કરતાં ઓછા લોકોને સ્થાન અપાશે

શહેરમાં મુખ્યમંત્રીની સભા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે મંગળવારે યોજાનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની મુલાકાત અને સભાને લઇને તકેદારીના સૂચનો જારી કરવામાં અાવ્યા છે. ભાજપના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની મંગળવારે શહેરમાં બે જાહેર સભા યોજાવાની છે. જેમાં સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ હલ્દી કંકુ તિલગુડ મહોત્સવ તથા ખંડેરાવ માર્કેટ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

રવિવારે નિઝામપુરા ખાતેની સભામાં મુખ્યમંત્રીની તબિયત બગડયા બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે શહેર ભાજપના નેતાઓને કોરોના ટેસ્ટ કરાવાનો વારો આવ્યો છે. મંગળવારે યોજાનારી પ્રદેશ ભાજપ પ્રમુખની જાહેર સભામાં સ્ટેજ પર કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. જેના ભાગ રૂપે તમામ કાર્યકરો અને અગ્રણીઓને દો ગજની દૂરીનું પાલન કરવા સાથે નમસ્તેથી અભિવાદન કરી કોઇને પણ શેક હેન્ડ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેજ પર પણ મુખ્યમંત્રીની જાહેર સભા કરતા ઓછા લોકોને સ્થાન અપાશે. આ ઉપરાંત માસ્ક,હેન્ડ સેનેટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સનું વિશેષ ધ્યાન રાખવા પણ તાકીદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો