તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંડણી:વડોદરામાં RTI કર્યાં બાદ કાર્યવાહી નહીં કરવાના નામે કંપનીના સંચાલક પાસેથી એક્ટિવિસ્ટે 2.5 લાખ ખંખેર્યા, વધુ 5 લાખ માગતા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી

વડોદરા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
આરોપી ધર્મરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા( ફાઇલ તસવીર) - Divya Bhaskar
આરોપી ધર્મરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા( ફાઇલ તસવીર)
 • RTI એક્ટિવિસ્ટે અરજીઓ પાછી ખેંચવા માટે 5 લાખ રૂપિયાની માગ કરી હતી

વડોદરાની રેડિયન્ટ ગાર્ડ સર્વિસ પ્રાઇવેટ કંપની લિમિટેડના સંચાલક પાસેથી એક્ટિવિસ્ટે આરટીઆઇ કર્યાં બાદ વધુ કાર્યવાહી નહીં કરવાના નામે 2.5 લાખ રૂપિયા ખંખેર્યા હતા. જોકે, વધુ 5 લાખ રૂપિયા ખંડણી માગતા સંચાલકે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

એક્ટિવિસ્ટે RTI કરીને કંપનીમાં કામ કરતા ગાર્ડની વિગતો માગી હતી
વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં રહેતા દુષ્યંત રાજેન્દ્રસિંગ પુનિયા રેડિયન્ટ ગાર્ડ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર છે. કંપની દ્વારા સિક્યુરીટી, હાઉસ કિપીંગ, મેનપાવરનું કામ કરવામાં આવે છે. કંપનીને ગુજરાત મીનરલ્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સોસાયટી(GMRDS)માં સિક્યુરીટી સર્વિસનું કામ મળ્યું છે. જેમાં ધર્મરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા(રહે, પ્લોટનં-69/એ આવિષ્કાર ફ્લેટ સામે, દેવુબાગ, ભાવનગર)એ આરટીઆઇ હેઠળ કંપનીમાં કામ કરતા ગાર્ડની પગાર સ્લીપ, વર્ક ઓર્ડર, સહિતની માહિતી માગી હતી. જેના જવાબમાં GMRDS કંપની દ્વારા થર્ડ પાર્ટી માહિતી આપી શકાય નહીં તેવો જવાબ આપ્યો હતો અને આપવામાં આવેલી માહિતીથી તેઓ અસંતુષ્ટ હોય તો તેઓ અપીલ કરી શકે છે તેમ જણાવ્યું હતું.

કંપનીના સંચાલક પાસેથી એક્ટિવિસ્ટે 2.5 લાખ ખંખેર્યા હતા
ત્યાર બાદ ધર્મરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલાએ ફેબ્રુઆરીમાં સિક્યુરીટી રેડીયન્ટ કંપનીના સંચાલકનો ટેલિફોનીક સંપર્ક કરી જણાવ્યું હતું કે, તમારી કંપનીની આરટીઆઇની માહિતી મેળવવા અપીલમાં જવાનો છું અને માહિતીના આધારે તારો કોન્ટ્રાક્ટ રદ્દ કરાવીશ. જો 2.50 લાખ રૂપિયા નહીં આપો તો હું અપીલમાં જઇશ. સંચાલકે ગભરાઇને મિત્ર મારફતે ધર્મરાજસિંહને રૂ. 2.50 લાખ મોકલાવ્યા હતા અને પૈસા મળી ગયાની ટેલિફોનીક ખાતરી કરી લેવામાં આવી હતી અને ત્યાર બાદ ધર્મરાજસિંહે આરટીઆઇની અપીલમાં નહીં જાય તેવું જણાવ્યું હતું અને આ મામલે કંપનીને ઇ-મેઇલ કરીને જાણકારી આપી હતી.

વધુ 5 લાખ રૂપિયાની માગ કરી હતી
ત્યાર બાદ રાજ્યના મુખ્યમંત્રી તથા GMRDSના અધિકારી વિરૂદ્ધ આક્ષેપો સાથેની અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ વોટ્સઅપ કોલ કરીને તમારી કંપનીને હેરાન નહીં કરૂ તેમ કહી બીજા રૂ. 2.50 લાખની ખંડણી માગી હતી. જોકે ત્યાર બાદ ફોન પર રૂ. 5 લાખ ખંડણી આંગડીયા મારફતે મોકલવાનું જણાવ્યું હતું અને આ વખતે પૈસા સુરેન્દ્રનગર ખાતે રહેતા નરેન્દ્રને મોકલવાના હતા તથા રૂપિયા મળી ગયા પછી આરટીઆઇ અરજી કે અપીલ નહીં કરે તેમ જણાવ્યું હતું. પછીથી સતત ટેલિફોનીક વાતચીતમાં રૂપિયા નહીં આપો તો કંપનીને નુકસાન કરવાની ધમકી આપી હતી. કંપની સંચાલકે રૂ. 5 લાખ આંગડિયા મારફતે મોકલ્યા હતા, પરંતુ, રૂપિયા અન્ય આંગડિયામાં ટ્રાન્સફર કરવાનુ કહેવામાં આવ્યું હતુ.

5 લાખ માગતા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી
જોકે, સહી વગર રૂપિયા અન્ય આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરવાનુ શક્ય ન હોવાથી રેડિયન્ટ કંપનીના સંચાલકે રૂ. 5 લાખ પરત મંગાવી લીધા હતા. આરટીઆઇ કરીને રૂપિયા ખંખરનાર ધર્મરાજને રૂપિયા ન મળતા તેણે ફરી એક વખત વોટ્સઅપ કોલ કરીને દુષ્યંત પુનિયાને કહ્યું કે, જો, 31 માર્ચ સુધીમાં રૂપિયા મોકલી આપીશ તો તમામ અરજીઓ હું પાછી ખેંચી લઇશ. આરટીઆઇ એક્ટિવિસ્ટના સતત ત્રાસથી કંટાળી આખરે રેડિયન્ટ ગાર્ડ સર્વિસ પ્રાઇવેટ લીમીટેડના સંચાલક દ્વારા ધર્મરાજસિંહ ઝાલા વિરૂદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે ધર્મરાજ ઝાલા અને નરેન્દ્રસિંહ વિરૂદ્ધ ખંડણીનો ગુનો નોંધીને બન્નેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતા.

ધર્મરાજસિંહ ઝાલા ઓળખ છુપાવવા નરેન્દ્રસિંહ બનીને ફોન પર વાત કરતો હતો
આ દરમિયાન જાણવા મળતી માહિતી અનુસાર, આરટીઆઇ એક્ટિવિસ્ટ ધર્મરાજસિંહ ઝાલા પોતાની સાચી ઓળખ છુપાવવા માટે નરેન્દ્રસિંહ બનીને ફોન ઉપર વાત કરતો હતો. આમ આ ગુનામાં સપડાયેલા ધર્મરાજ ઝાલા અને નરેન્દ્રસિંહ એક જ વ્યક્તિ હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે, મુખ્ય આરોપી ધર્મરાજસિંહ ઝાલાને પોલીસે ગણતરીના કલાકોમાં ભાવનગરથી ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો