વડોદરા ક્રાઇમ ન્યૂઝ:બિલાડી રોડ વચ્ચે આવતા એક્ટિવા સ્લીપ થતા સવાર દંપતીને ઇજા, કારેલીબાગમાં વૃદ્ઘાનો ફાંસો ખાઇ આપઘાત

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ખસેડાયા
  • વૃદ્ધાએ બેડરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો

વડોદરાના કાલાલી રોડ પર આવેલ સિદ્ઘેશ્વર સોસાયટીમાં રહેતા ચંદ્રવદન મોતીભાઇ સોલંકી તેમની પત્ની પ્રતિક્ષાબેન સાથે ગત રાત્રે એક્ટિવા પર જઇ રહ્યા હતા. દરમિયાન તુલસીધામ માંજલપુર રોડ પર અચાનક રોડ વચ્ચે બિલાડી દોડી હતી અને એક્ટિવા સાથે અથડાઇ હતી. બિલાડીને બચાવવા માટે ટુ-વ્હિલર ચાલક ચંદ્રવદનભાઇએ બ્રેક મારતા તે સ્લીપ ખાઇ ગયા હતા. જેમાં દંપતીને ઇજાઓ થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

કારેલીબાગમાં વૃદ્ઘાનો ફાંસો ખાઇ આપઘાત
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવલે હરીશનગર સોસાયટીમાં રહેતા 65 વર્ષના વૃદ્ઘા રેખાબેન બેચરભાઇ મિસ્ત્રીએ ગઇકાલ બપોરે તેમના બેડરૂમમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જેથી પોલીસે વૃદ્ઘાના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...