તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઓમકારપુરા પાસે મોપેડ ડીવાઈડર સાથે ભટકાયા બાદ બનેલો બનાવ, કન્ટેઇનર નીચે કચડાયેલા એક્ટિવા ચાલકનું મોત

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • બ્રીજ પર મોપેડ ડીવાઈડર સાથે ભટકાયા બાદ બનેલો બનાવ

દુમાડ ચોકડીથી જીએસએફસી તરફ જતા ઓમકારપુરા બ્રિજ ઉપર એક્ટિવાને અકસ્માત નડતા એક્ટિવા સવાર ત્રણ પૈકીનો એક વ્યક્તિ કન્ટેઇનરના પાછળના ટાયર નીચે આવી જતા તેનું  મોત નીપજ્યું હતું. જયારે અન્ય બે વ્યક્તિ ફરાર થયા હતા.હિમાચાલપ્રદેશના કાંગડા જિલ્લામાં રહેતા અને શહેરમાં ડ્રાઇવિંગ કરતા વિકાસ કુમાર ગઈકાલે બપોરે કન્ટેઇનર લઈ દુમાડ ચોકડીથી જીએસએફસી તરફ જઈ રહ્યા હતા. આ સમયે ઓમકારપુરા બ્રિજ પર બ્રિજના ડિવાઈડર સાથે એક ત્રણ સવારી એક્ટિવા ભટકાઈ હતી. જેમાંથી એક્ટિવાનો ચાલક પાછળથી આવતા વિકાસ કુમારના ટ્રેલરના પાછળના ટાયરમાં આવી જતા ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે એક્ટિવા પર સવાર અન્ય બે શખ્સો ત્યાંથી એક્ટિવા લઈ ફરાર થયા હતા. ઘટનાના પગલે છાણી પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો