મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની તાકીદ:અધિકારીઓ ફરિયાદોનો સમયસર નિકાલ નહીં કરે તો પગલાં ભરાશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાયદા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારે કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં પ્રાંત અધિકારીના હસ્તે 70 મહેસૂલી હુકમોનું વિતરણ કરાવ્યું હતું. મંત્રીએ અધિકારીઓને ચેતવ્યા હતા કે, સમયસર ફરિયાદનો નિકાલ નહીં કરે તો ખાતાકીય પગલાં ભરાશે. તે આગોતરી જાણ કર્યા વિના કચેરીઓની મુલાકાત લઈ દરેક જિલ્લામાં કેસ અને અરજીના નિકાલની સમીક્ષા કરશે. ઉલ્લેખનિય છે કે, રાજેન્દ્ર ત્રિવેદીએ 7 દિવસ પહેલા 70 મહેસૂલી હુકમો લખી દેવાની સૂચના આપી હતી.

કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે સવારે 11:30 ખાતે કાયદા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આરટીએસ અપીલોના હુકમોના વિતરણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં પ્રાંત અધિકારીના હસ્તે 70 મહેસૂલી હુકમોનું વિતરણ કરાવ્યું હતું. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, નાગરિકોને વહેલો ન્યાય મળે તે રાજ્ય સરકારનો અભિગમ છે. આ સાથે અધિકારીઓને કડક સૂચન કર્યું કે, મહેસૂલ સહિતના કેસમાં અધિકારીઓને હકારાત્મક અભિગમ અપનાવવો પડશે. માત્ર નામંજૂર કરવા ખાતર કેસ નામંજૂર ન કરશો. નાગરિકોને તકલીફ ન પડે તે બાબતને ધ્યાને લેવી પડશે. નાગરિકો માટે સમય મર્યાદામાં ચુકાદો અપાય તે જરૂરી છે. જો અધિકારીઓ સમયસર ફરિયાદોનો નિકાલ નહી કરે અને કોઈ ફરિયાદ આવશે તો તે કેસમાં સંબંધિત અધિકારી સામે ખાતાકીય પગલા પણ ભરાશે.

અરજદારો પાસે વારંવાર દસ્તાવેજ મગાવી સમય પસાર ન કરશો
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અધિકારીઓને ચેતવણી આપી હતી કે, જ્યારે પણ અરજદાર તેમની પાસે આવે ત્યારે તેમને એક જ વખતમાં કેટલા દસ્તાવેજો તેમજ વિગતો લાવવાની છે તે કહેવું પડશે.વારેવારે તેમને બોલાવીને દસ્તાવેજો મગાવીને સમય પસાર કરવાનો રહેશે નહી. જેથી અરજદારોને જલદીથી ન્યાય મળી શકે.

અન્ય સમાચારો પણ છે...