કુકર્મ:ખંધા ગામમાં ઢોર ચરાવવા માટે સીમમાં ગયેલી મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ​​​​આરોપીની ધરપકડ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 55 વર્ષની મહિલાને ઝાડીમાં ખેંચી જઈ આરોપીએ કૃત્ય કર્યું

ખંધા ગામની સીમમાં ઢોર ચરાવવા ગયેલી 55 વર્ષિય મહિલાને પકડીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ઉપરાંત દુષ્કર્મ કરનારા આરોપીને વાઘોડિયા પોલીસે ઝડપી લીધો છે. દુષ્કર્મ બાદ મહિલાએ પોતાના ઘરે જઈને ઘટનાની જાણ કરતાં પરિવાર ચોંકી ઊઠ્યો હતો. આખરે પોલીસને આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસ એક્શનમાં આવી હતી. વાઘોડિયા પોલીસના જણાવ્યા અનુસાર, 3 જૂનના રોજ બપોરે 1 વાગે ખંધા ગામમાં રહેતી અને મજૂરી કરતી 55 વર્ષિય મહિલા ગામની સીમમાં ઢોર ચરાવવા માટે ગઈ હતી.

આઘેડ મહિલા સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું
આ સમયે જ ગામમાં રહેતો અને છુટક મજૂરી કરતો 35 વર્ષિય પ્રવિણ નરસિંહભાઈ વસાવા મહિલાને એકલી જોઈને તેને નજીકના કોતરોની ઝાડીમાં ખેંચી ગયો હતો. જ્યાં તેણે આઘેડ મહિલા સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ ઘટના બાદ મહિલાએ ઘરે જઈને પોતાની સાથે બનેલી ઘટના અંગે પોતાનાં ભાઈ-ભાભીને સંપૂર્ણ વાત જણાવી હતી. જેથી ભાઈ-ભાભી સમાજના આગેવાનો સાથે વાઘોડિયા પોલીસ મથકે પહોંચીને પ્રવિણ વસાવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

આરોપીની કોરોના ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવી : પોલીસ
પોલીસે તાત્કાલીક પ્રવિણ નરસિંહભાઈ વસાવાની ધરપકડ કરી લીધી હતી.વાઘોડિયા પોલીસે જણાવ્યું હતું કે, આરોપી પ્રવિણ વસાવાની અટકાયત કરીને તેના કોરોના ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં આરોપીની ધરપકડ કરવામાં આવશે. પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ યુવાને મહિલાને હેરાનગતિ કરી હતી. પોલીસ દ્વારા હવે આરોપીના રિમાન્ડ લેવાની પણ તજવીજ હાથ ધરાશે.

આરોપીને કડકમાં કડક સજા કરવા માગણી
દુષ્કર્મની ઘટના બાદ ખંધા ગામમાં ભારે રોષ પણ ફેલાયો છે. જ્યારે બીજી કોઈ બહેન-દીકરીઓ સાથે આ પ્રકાની ઘટના ન બને તે માટે આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માગ પણ ઊઠી છે. ઉલ્લેખનિય છે કે, મહિલા સશક્તિકરણની વાતો કરતી પોલીસ મહિલાઓની રક્ષા કરવામાં નિષ્ફળ નિવળી છે. આ પહેલા પણ મહિલાઓની સાથે દુષ્કર્મ સહિતની ઘટનાઓ વડોદરા જિલ્લામાં બનતી આવી છે.

ગત વર્ષમાં જ દુષ્કર્મની બે મોટી ઘટનાઓ બની હતી
આ પહેલા ઓગષ્ટ 2021માં કરજણના દેથાણ ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલાને ખેતર પાસે જ દબોચી લઈને તેના મોઢામાં કપડાનો ડુચો મારી 6 નરાધમોએ 1 કલાક સુધ મહિલાની સાથે દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી હતી. મે 2021માં ડેસર પંથકમાં પણ લગ્નના વરઘોડામાં આવેલી 13 વર્ષીય સગીરાને મંદિરની પાછળની અંધારી જગ્યામાં લઈ જઈને ત્રણ યુવકોએ વારાફરતી દુષકર્મ આચર્યું હતું. આ કેસમાં ત્રણેય નરાધમોની પોલીસે ધરપકડ કરી હતી. આમ ગત વર્ષમાં જ દુષ્કર્મની બે મોટી ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...