સિન્ડિકેટની બેઠકમાં નિર્ણય:વડોદરાની MS યુનિવર્સિટીમાં શંકાસ્પદ કોપી કેસના 800 વિદ્યાર્થીઓ નિર્દોષ જાહેર

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટી. - Divya Bhaskar
એમ.એસ.યુનિવર્સિટી.
  • વિદ્યાર્થીઓને નુકશાન ન થાય તે માટે નિર્ણય લેવાયો

વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં કોપી કેસના શંકાના દાયરામાં આવેલા 800 વિદ્યાર્થીઓને નિર્દોષ છોડવાનો નિર્ણય સિન્ડિકેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. એમ.એસ.યુનિવર્સિટીમાં કોરોનાકાળ દરમિયાન ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 800 વિદ્યાર્થીઓ સામે વિવિધ કારણોસર કોપી કેસ કરવામાં આવ્યો હતા. હવે આ તમામને યુનિવર્સિટી દ્વારા નિર્દોષ જાહેર કરાયા છે.

સિન્ડિકેટ વાર્નિંગ આપીને મુક્ત કર્યા
એમ.એસ.યુનિવર્સિટીના રજીસ્ટ્રાર કે.એમ.ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગઇકાલે સિન્ડિકેટની બેઠક યોજાઇ હતી. જેમાં ઓનલાઇન પરીક્ષા દરમિયાન શંકાના દાયરામાં કે અનફેર આવેલા તેમના અંગે રજૂઆત થઇ હતી. ઘણા બધા તેમના ઇન્સ્ટ્રુમેન્ટ કે ડિવાઇસના કારણે ક્લીપ સરખી રેકોર્ડ ન થઇ હોય અથવા ક્લિપ આવી ન હોય અને શંકાના દાયરામાં હોય આવા તમામ 800 વિદ્યાર્થીઓને છેલ્લી વખત ગણીને સિન્ડિકેટ વાર્નિંગ આપીને મુક્ત કર્યા છે.

વિદ્યાર્થીઓને નુકશાન ન થાય તે માટે નિર્ણય
તેમણે ઉમર્યું હતું કે યુનિવર્સિટી ઓનલાઇન તરફથી ઓફલાઇન થવા જઇ રહી છે ત્યારે હવે વિદ્યાર્થીઓને છેલ્લી તક મળે અને હવે કોઇ ઓનલાઇન એક્ઝામ લેવાવાની નથી. તેથી આ વિદ્યાર્થીઓને નુકશાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...