દારૂડિયા ઝડપાયા:વડોદરામાં નંબર પ્લેટ વિનાની કારમાં દારૂ પીને નીકળેલા 3 શખસોને સાયબર સેલના ACPએ પકડાવ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફતેગંજ પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર) - Divya Bhaskar
ફતેગંજ પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)
  • પોલીસે બ્રિથ એનાલાઇઝરથી તપાસ કરતા ત્રણેય નશાની હાલતમાં જણાયા હતા

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં દારૂ પી કાર લઇને નીકળેલા ત્રણ વ્યક્તિઓને સાયબર સેલના ACPએ આપેલી વર્ધીના આધારે ઝડપી લેવામાં આવ્યા છે.

એસીપીએ બાતમી આપતા પોલીસ દોડી ગઇ
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં સાંઇબાબા મંદિર પાસે કાળા રંગની નંબર પ્લેટ વિનાની ટાટા કંપનીની હેરિયર કાર શંકાસ્પદ સ્થિતિમાં હોવા અંગેની જાણ સાયબર સેલના ACPએ કરી હતી. જેના આધારે ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસે તપાસ કરતા ત્રણેય નશાની હાલતમાં જણાયા
પોલીસે કારમાં બેઠેલા શખસનું નામ પૂછતા તેણે દિનિપ્ર દિવ્યેશભાઇ બારોટ (રહે. અવધ એપાર્ટમેન્ટ, છાણી ગુરૂદ્વારા સામે, છાણી રોડ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. દિનિપ્ર તોતડાતી જીભે બોલતો હોવાથી તેનો બ્રિથ એનાલાઇઝર ટેસ્ટ કરતા દારૂના નશામાં જણાયો હતો. જેથી કારમાં સવાર અન્ય બે વ્યક્તિ રાહુલ પ્રકાશભાઇ ચૌહાણ (રહે. નિઝામપુરા, સાંઇબાબા મંદિરની પાછળ, તળાવની પાળે, વડોદરા) અને મોહનસિંહ શંકરસિંહ રાજપૂત (રહે. પટેલ ચોક, પેન્શનપુરા, નિઝામપુરા, વડોદરા)નો પણ બ્રિથ એનાલાઇઝરથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે બંને પણ નાશાની હાલતમાં ઝડપાયા હતા. ફતેગંજ પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથધરી છે

અન્ય સમાચારો પણ છે...