વડોદરાના જય અંબે સ્કૂલ, વૈકુંઠ નગર પાસે કોઈ વ્યક્તિએ પોતાની માનવતા ભૂલીને એક માસૂમ અને અસહાય એવી બિલાડી પર એસિડ છાંટીને શરીરને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી અસહાય પશુ પર પોતાની ક્રૂરતા દેખાડી હતી.
પશુચિકિત્સકો પહોંચ્યા
ઈ.એમ.આર. ઈ ગ્રીન હેલ્થ સર્વિસની કરુણા એમ્બ્યુલન્સની કરુણતાએ બિલાડીનો જીવ બચાવ્યો હતો. પશુ ચિકિત્સક ડો. બીજલ ત્રિવેદી અને પાયલોટ રણજિત સિંહ રાઠોડે આ અબોલ પ્રાણીની સારવાર કરી અબોલ જીવ પ્રત્યે પોતાની સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
એક દિવસથી બિલાડી પીડાતી હતી
વડોદરાના વૈકુંઠ નગરના જયઅંબે સ્કૂલ પાસે એક બિલાડી છેલ્લા એક દિવસથી પીડાતી હતી. કોઈ રાહદારી વ્યક્તિએ આ જોઈ 1962 એનિમલ હેલ્પલાઈનની મદદ માંગી હતી. કરુણા એમ્બ્યુલન્સના ડો. બીજલ ત્રિવેદી અને તેમની સાથે રતનસિંહ રાઠોડ ઘટના સ્થળે પહોંચી જઈ તરત જ બિલાડીની સંપૂર્ણ સારવાર કરી તેને મૃત્યુના મુખમાંથી બચાવી હતી. એટલું જ નહિ દરરોજ તેનું ફોલોઅપ લઈને તે બિલાડીની સારવાર કરી હતી.
કરુણા એમ્બ્યુલન્સની મહત્વની ભૂમિકા
રાજ્યમાં અબોલ પશુઓ માટે સંજીવની અને જીવાદોરી સમાન ગણાતી કરુણા એમ્બ્યુલન્સ (1962) અને ફરતું પશુ દવાખાનું, અસંખ્ય પશુ અને પક્ષીઓના જીવ બચાવી રહ્યું છે. દર વર્ષ ની જેમ આ વખતે પણ વડોદરાના શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈ પક્ષીઓને નુકસાન ના થાય અને તેમના જીવ બચાવવા માટે GVK EMRI, ગુજરાત રાજ્ય પશુ પાલન વિભાગ અને ગુજરાત વન વિભાગ દ્વારા વડોદરા અલગ અલગ જગ્યા બર્ડ કેમ્પ રાખવામાં આવ્યા છે. જેમાં ફરતું પશુ દવાખાના તરીકે કરુણા એમ્બ્યુલન્સ મહત્વની ભૂમિકા ભજવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.