• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Accused's Brother Threatens To Kill Old Man Who Became Government Witness In Vadodara Murder Case, Complaint Lodged At Bapod Police Station

સાક્ષીને ધમકી:વડોદરામાં હત્યાના ગુનામાં સરકારી સાક્ષી બનેલા વૃદ્ધને આરોપીના ભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી, બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાપોદ પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર) - Divya Bhaskar
બાપોદ પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર)
  • આરોપીના ભાઈએ પોતાના પક્ષમાં સાક્ષી નહીં બને તો મારી નાખવાની ધમકી આપી
  • પોલીસે ધકધમકીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ હત્યાના ગુનામાં સરકારી સાક્ષી બન્યા હોવાથી હત્યાના આરોપીના ભાઇએ પોતાના પક્ષમાં સાક્ષી નહીં બને અને કોર્ટમાંઅમે કહીએ તેમ સાક્ષી નહીં આપે તો તેન જાનથી મારી નાખવાની ધમકી આપતા બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ધકધમકીની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વૃદ્ધ હત્યાના ગુનાના સરકારી સાક્ષી બન્યા છે
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલા નુર્મ આવાસ યોજનામાં રહેતા 52 વર્ષીય સ્વરૂપસિંહ ચાવડા ડ્રાઇવિંગ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. ગત ૩1 ડિસેમ્બરના રોજ બપોરના સુમારે નવજીવન બસ સ્ટેન્ડથી સરદાર એસ્ટેટ તરફ પોતાની બાઇક લઇ પસાર થઇ રહ્યા હતા. તે સમયે નવજીવન બસ સ્ટેન્ડ પાસે ગણેશ કિશોર સોલંકી( રહે. શિવમ પાર્ક સોસાયટી, આજવા રોડ) એક્ટિવા લઈને ધસી આવ્યો હતો અને જણાવ્યું હતું કે, મારા ભાઈ પ્રિયાંક ઉર્ફે ભઈલું કિશોર સોલંકીની બાપોદ પોલીસ મથકે નોંધાયેલા હત્યાના ગુનામાં છઠ્ઠી જાન્યુઆરીના રોજ કોર્ટની મુદત છે.

પોતાના પક્ષમાં સાક્ષી બનવાનું કહીને ધમકી આપી
જેથી તને ઈંગ્લીશ દારૂની બોટલ અથવા રૂપિયા પૂરતા પ્રમાણમાં મળી જશે અને તારે અમારા તરફથી સાક્ષી આપવાની છે. પોલીસનો સહકાર આપવો નહીં તે તારા સંબંધી નથી. કોર્ટમાં માત્ર એટલું જણાવવાનું કે, પોલીસ કર્મીઓએ કોરા કાગળ ઉપર મારી સહી લીધી છે. જોકે, સ્વરૂપસિંહએ સરકારી સાક્ષી માટે પોતાનો નિર્ણય યથાવત રાખ્યો હતો. ત્યારબાદ સ્વરૂપસિંહ સરદાર એસ્ટેટ પાસે હતા.

પોલીસે ધકધમકીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી
દરમિયાન ગણેશ સોલંકીએ અપશબ્દો બોલી તું કિશનવાડીમાં ક્યાં રહે છે એ મકાન મેં જોયું છે. અમારી તરફથી સાક્ષી નહીં પૂરાવે તો ઘરે આવી તને જાનથી મારી નાખીશું. તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે સ્વરૂપસિંહ ચાવડાએ બાપોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણેશ કિશોર સોલંકી વિરુદ્ધ ધાકધમકીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...