તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

છેતરપિંડી:વડોદરામાં બેંકના ડુપ્લિકેટ લેટરપેડ અને સહી સિક્કાનો ઉપયોગ કરીને ફિક્સ ડિપોઝિટમાં મુકેલા 1.75 કરોડ રૂપિયા ભેજાબાજે ઉપાડી લીધા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર

ગ્રાહકો પાસેથી લોનની બાકી પડેલી 1.75 કરોડ રૂપિયાની વસુલાત કરીને એક વર્ષની ફિક્સ ડિપોઝિટ માટે બેંકમાં જમા કરાવ્યા બાદ અજાણ્યા ભેજાબાજે બેંકોના ખોટા લેટરપેડ અને બનાવટી સિક્કાનો ઉપયોગ કરીને વ્યાજ સહિતની 1,75,48,544 રૂપિયાની માતબર રકમ ઉપાડી લીધી હતી. આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો છે.

PNBમાં 16 જાન્યુઆરીના રોજ એક વર્ષની ફિક્સ ડિપોઝીટ માટે રકમ જમા કરાવી હતી
ગુજરાત રાજ્ય ગાંધીનગરમાં જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓ વડોદરા તરીકે ફરજ બજાવતા તેમજ હાલમાં વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલી અન્યોન્ય કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ ફડચા અધિકારી તરીકે ફરજ બજાવતા અર્જુનભાઈ ડામોરે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી કે, જે બેંકનું લાયસન્સ રદ થયેલુ હોય અને જે બેંકમાંથી કોઈ ગ્રાહકે લોન લીધેલી હોવાથી, ત્યારબાદ ડિફોલ્ટર જાહેર થયેલી હોવાથી બાકી નીકળતી રકમ વ્યાજ સહિતની વસૂલ કરવાની કામગીરી કરી હતી. આ અરસામાં ગ્રાહકો પાસેથી લોનની બાકી પડેલી 1.75 કરોડ રૂપિયાની વસુલાત કરીને દિવાળીપુરા ખાતે આવેલી પંજાબ નેશનલ બેંકમાં 16 જાન્યુઆરી-2020ના રોજ એક વર્ષની ફિક્સ ડિપોઝીટ માટે જમા કરાવ્યા હતા.

ક્રાઇમ બ્રાંચે ભેજાબાજની શોધખોળ શરૂ કરી
દરમિયાન અજાણ્યા વ્યક્તિએ અન્યોન્ય બેંકના ખોટા લેટરપેડ ઉપર ડુપ્લિકેટ સિક્કાનો ઉપયોગ કર્યાં બાદ પંજાબ નેશનલ બેંકની ફિક્સ ડિપોઝિટની બનાવટી રસીદ બનાવી હતી અને ફિક્સ ડિપોઝિટમાં રહેલ રકમ વ્યાજ સાથે 1,75,48,544 નો એબલ એટ કોલ્હાપુર ડિસ્ટ્રીકનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવ્યો હતો અને બીજા પાસે ત્યારબાદ કારેલીબાગ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં અન્યોન્ય બેંકના ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી કરન્ટ ખાતુ ખોલાવીને નકલી સહી સિક્કા કરી 1,75,48,544 રૂપિયાની માતબર રકમ મેળવી લીધી હતી. આ ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અજાણ્યા ભેજાબાજ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો