દારૂની હેરાફેરી:વડોદરાના ગોત્રી વિસ્તારમાં દારૂ સહિત 33,500ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દારૂ સહિત 33,500નો મુદ્દામાલ સાથે આરોપી સાગર શેઠ - Divya Bhaskar
દારૂ સહિત 33,500નો મુદ્દામાલ સાથે આરોપી સાગર શેઠ

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા રેસકોર્ષ ટાવરની દુકાનમાંથી પોલીસે દારૂ સહિત 33,500નો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

બાતમીને આધારે પોલીસે રેડ કરી
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા રેસકોર્ષ ટાવરની દુકાન નં-2માં વાસુપુષ્ય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી ગોત્રી પોલીસ મથકના પી.એસ.આઇ. આર.એન. બારૈયાને મળી હતી. ગોત્રી પોલીસ મથકના પી.આઇ. વી.આર. વાણીયા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા.

એક આરોપીની ધરપકડ
આ બાતમીના આધારે ગોત્રી પોલીસે દરોડો પાડી મોઘીદાટ વિદેશી દારૂની બોટલો તેમજ બિયર મળી રૂપિયા 33,500નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. તે સાથે પોલીસે ઓફિસમાં દારૂ રાખી ધંધો કરનાર સાગર શેઠ(રહે, ભાગ્યોદય ટાવર 2, પશાભાઇ પાર્ક પાસે, ગોત્રી રોડ) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. વાસુપુષ્ય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાંથી દારૂ પકડાતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...