સાઇબર ક્રાઈમ:રો મટિરિયલના નામે 7.50 લાખની ઠગાઈમાં આરોપી ઝબ્બે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મકરપુરા જીઆઇડીસીની કંપનીના માલિકને વિશ્વાસમાં લઈ ચૂનો ચોપડ્યો
  • ​​​​​​​ખોટા દસ્તાવેજો અને ઇ-મેલ બનાવી પેપર પર કંપની ઊભી કરી વેપારી સાથે દિલ્હીની હોટલમાં મિટિંગ કરી હતી

મકરપુરા GIDCમાં એન્જિનિયરિંગ એન્ડ ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા કંપનીના માલિકને રો-મટિરિયલ સપ્લાય કરવાના બહાને વિશ્વાસમાં લઇને 7.50 લાખ ઓનલાઇન પડાવી છેતરપિંડી કરનારા ભેજાબાજને સાઇબર ક્રાઇમ પોલીસે જામનગરથી ઝડપી લીધો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે, ભેજાબાજોએ ખોટા દસ્તાવેજો અને કંપનીના નામના ખોટા ઇ-મેલ બનાવી પેપર પર કંપની ઊભી કરી ઓનલાઇન પૈસા પડાવ્યા હતા.

માણેજા મકરપુરા રેલવે સ્ટેશન પાસે આમ્રપાલી ટાઉનશિપમાં રહેતા અમરકાંત ધર્મનાથ સિંહ મકરપુરા જીઆઇડીસીમાં શક્તિ એન્જનિયરિંગ એન્ડ ફેબ્રિકેશન નામથી કારખાનું ચલાવે છે. તેમણે સાઇબર ક્રાઇમ પોલીસને જણાવ્યું હતું કે, 25 ઓક્ટોબરે તેમના કારખાનાના કમ્પ્યૂટરમાં ઇ-મેલ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, કંપની યુએસએની બાયોટેક કંપનીમાં રો-મટિરિયલ સપ્લાય કરવા રસ ધરાવે છે.

જોકે આ ઇ-મેલનો તેઓએ કોઇ જવાબ આપ્યો ન હતો. 26 ઓક્ટોબરે કારખાનાના માલિકના પુત્રે રો-મટિરિયલ માટે ઇન્કવાયરી કરનારના ઇ-મેલ પર વળતો પ્રશ્ન કરી મટિરિયલ કયા પ્રકારનું જોઇએ છે તેની માહિતી માગી હતી. 27 ઓક્ટોબરે રો-મટિરિયલ માટે ઇન્કવાયરી કરનારે પોતાનું નામ ડેનિયલ કોહેન હોવાનું અને ક્રુઇટ બાયોટેક નામની કંપનીમાં એક્ઝિક્યૂટિવ આસિસ્ટન્ટ હોવાનું જણાવ્યું હતું.

તેણે પર્ચેઝ ડિપાર્ટમેન્ટમાં હોવાની ઓળખ આપી હતી. કંપની પાસે રો-મટિરિયલ હોવાનું જણાવ્યું હતું અને કંપની હાલ આ મટિરિયલ બરમુડા આઇસલેન્ડમાંથી પ્રતિ લિટર 3500 ડોલરના ભાવે ખરીદે છે. ભારતમાં આ મટિરિયલ પ્રતિ લિટર 2000 ડોલરના ભાવે મળે છે. મેં મારી કંપનીને પ્રતિ લિટર 3000 ડોલરનો ભાવ આપ્યો છે. આ ઉપરાંત ભેજાબાજોએ ફિલિપ્સ નામના શખ્સે વેપારીને દિલ્હી ખાતે બોલાવી હોટલમાં મિટિંગ કરી હતી અને રો મટિરિયલના પૈસા ચૂકવ્યા ન હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે, ભેજાબાજોએ ખોટા દસ્તાવેજો અને કંપનીના નામના ખોટા ઇ-મેલ બનાવી પેપર પર કંપની ઊભી કરી ઓનલાઇન પૈસા પડાવ્યા હતા.

જેથી મેઇલ આઇડી પર વડોદરાના કારખાનાના માલિક સાથે વાતચીત કરી ઓર્ડર આપીને રૂા.7,50,000 અલગ-અલગ એન્કાઉન્ટમાં મગાવી છેતરપિંડી કરનાર ભેજાબાજ ટોળકીના સાગરીત ડેનીયલ કોહેન, સાગર એન્ટરપ્રાઇઝ, કેનેરા બેંકનો એકાઉન્ટ નંબર ધારક, એચડીએફસીબેંકના એકાઉન્ટ ધારક, ક્રુઇડ બાયોટેક અને રે ફિલિપ્સ નામની કંપની સહિત 6 સામે અમરકાંત સિંહે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ક્રાઇમે ગુનો નોંધી જામનગરમાંં રહેતા પાર્થ દિલીપ દાનીધારિયાને ઝડપી વધુ તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...