તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સગીરાને 60 હજારમાં વેચનાર આરોપીને રિમાન્ડ

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં રહેતી સગીર યુવતીને પાપડી વણવાના બહાને લઇ ગયા બાદ તેનું અપહરણ કરી રૂા.60 હજાર લઇને યુવતીને વેંચી નાંખવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા બે મહિલા સહિતના ચાર આરોપીની કરજણ પોલીસે ધરપકડ કરી હતી. અદાલતે ત્રણ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કેસની વિગત એવી છે કે, ચંદનબહેન ઉર્ફે ચકુ માછી (રહે.ચાણોદ) રેશ્મા જાનુદ્દીન પઠાણ (રહે.જુના માંડવી, તા.કરજણ) હીદાયતખા સોલંકી (રહે.સીસોદરા, જિ.નર્મદા) ને અલ્પેશ રમેશભાઇ વસાવાએ ભેગા મળી આણંદ જિલ્લામાં રહેતી એક 15 વર્ષની બાળકીને કરનાળી ખાતે પાપડી વણવાના બહાને પોતાની સાથે લઇ ગયા હતા અને ત્યાર બાદ ચંદનબહેન, રેશ્મા અને હિદાયતખાએ બાળકીને રૂા.60 હજારમાં અલ્પેશ વસાવાને વેંચી નાંખી અલ્પેશ સાથે ફુલહારથી લગ્ન કરાવ્યાં હતા.

પોલીસે ચંદનબહેન, રેશ્મા અને હિદાયતખાના રિમાન્ડની માંગણી કરતાં ન્યાયાઘીશે ત્રણે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો