આદેશ:દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજાનો આદેશ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામના સ્થળે જ આરોપીએ કુકર્મ આચર્યું હતું
  • વળતર માટે લીગલ સર્વિસને કેસ રેકમન્ડ કરવા આદેશ

દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપીને કોર્ટે દસ વર્ષની સજા ફટકારી હતી. અદાલતે ભોગ બનનારને યોગ્ય વળતર મળી શકે તે માટે ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસને કેસ રેકમન્ડ કરવાનો પણ આદેશ કર્યો હતો. કેસની વિગત એવી છે કે,હાથીખાનામાં આવેલી દુકાનમાં નોકરી કરતાં સોનુ ઉર્ફે મહેશ મોહનસિંગ રાજપૂત નામના શખ્સે તેની સાથે નોકરી કરતી એક યુવતી સાથે કામના સ્થળે જ બળજબરી કરી હતી.યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે દુકાનમાં નોકરી પર ગઇ તે સમયે આરોપી તેને બળજબરી પૂર્વક દાદર નીચે લઇ ગયો હતો.

આ સમયે અન્ય કર્મચારીઓ પણ હાજર હતા, ત્યાર બાદ આરોપી તેને કોથળાઓ પાછળ લઇ ગયો હતો અને ત્યાં બળજબરી પૂર્વક કપડા કઢાવી દુષ્કર્મ આચર્યું હતું. આ કેસ ચાલી જતાં કેસમાં સરકાર તરફે એડવોકેટ એન.યુ.મકવાણા હાજર રહ્યાં હતા. ન્યાયાધીશે આરોપીને દુષ્કર્મ કેસમાં કસુરદાર ઠેરવી દસ વર્ષની સજાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...