100 કરોડની સરકારી જમીન કૌભાંડ:આરોપી સંજયસિંહ વધુ બે દિવસના રિમાન્ડ પર, સરકારી દસ્તાવેજો સાથે ચેડાં થયાનો ઘટસ્ફોટ

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી સંજયસિંહ . - Divya Bhaskar
આરોપી સંજયસિંહ .

વડોદરામાં દંતેશ્વર કસબાની 100 કરોડની કિંમતની સરકારી જમીન હડપ કરી જઇને તેના પર ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી તેના ઉપર પોતાનો આલિશાન બંગલો ઉપરાંત ટેનામેન્ટની સ્કીમ બનાવવાના બહુચર્ચીત કૌભાંડની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. આખા કૌભાંડના માસ્ટરમાઈન્ડ એવા સંજયસિંહ બચુસિંહ પરમારના રિમાન્ડ પૂરા થતા ક્રાઈમ બ્રાન્ચે તેને અદાલત સમક્ષ રજૂ કરી વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

રજા ચિઠ્ઠીના સરકારી રેકર્ડમાં ચેડા
આ કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે કૌભાંડી હોય પાલિકા દ્વારા હરિકૃષ્ણ મહારાજ કેળવણી ટ્રસ્ટ કંડારી સ્વામિનારાયણ ગુરુકુળ ઓફિસ વાઘોડિયા રોડને ઇસ્યુ કરવામાં આવેલ રજા ચિઠ્ઠી ના સરકારી રેકર્ડમાં ચેડા કરીને સરકારી જમીનના ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ દસ્તાવેજ બનાવવા માટે આરોપીઓએ અન્ય વ્યક્તિઓની પણ મદદ લીધી હોવાથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. તપાસમાં જણાવ્યું છે કે આરોપી સંજય સિંહે ખેડૂત વારસદાર તરીકે સહ આરોપી એવા વૃદ્ધા શાંતાબેન રાઠોડ પાસે બેંક ખાતાના ફોર્મમાં સહી કરાવી અને તેમનું જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેમજ ટ્રાન્જેક્શન માટે પોતાનો મોબાઈલ નંબર રાખ્યો હતો.

બેથી ત્રણ કરોડ ઉઘરાવ્યા
કૌભાંડી સંજયસિંહ પરમાર એ સરકારી જમીન પર 53 સબ પ્લોટ પાડી તેનું વેચાણ કર્યું હોવાનું હાલ જાણવા મળ્યું છે. જેના વિવિધ ગ્રાહકો પાસેથી 2થી 3 કરોડ રૂપિયા રકમ મેળવી હોવાનું બહાર આવ્યું છે. સાથે જ સહ આરોપી શાંતાબેનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.