વડોદરા હાઇ પ્રોફાઇલ રેપ કેસ:આરોપી રાજુ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતાં SITએ આજે ફરી કોર્ટમાં રજૂ કર્યો, વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે ફરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો - Divya Bhaskar
હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે ફરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો
  • જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા
  • રાજુ ડવડેક સોસાયટીના મકાનમાં પણ એક વખત ગયો હતો

વડોદરાના હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે ફરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં SITએ આરોપીના 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. વડોદરા કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

આ પહેલા પણ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા
આ પહેલા SIT દ્વારા ગુરુવારે આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં સમક્ષ રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગણી કરતાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. તપાસ અધિકારીએ રજૂઆત કરી હતી કે સ્પાઇ કેમેરા કોણ લગાવ્યા ? અને ફરિયાદીને નગ્ન ફોટા મોકલવા પાછળનું કારણ શું હતું ? એની તપાસ કરવાની હોઈ, રિમાન્ડની જરૂર છે. તપાસ અધિકારીએ આરોપીના રિમાન્ડની માગણી કરતાં કુલ 11 મુદ્દા રજૂ કરી આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવા જોઇએ એવી રજૂઆત કરવામાં આવી હતી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા

આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાયું હતું
3 દિવસના રિમાન્ડ દરમિયાન આજે દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને દિવાળીપુરા ખાતે આવેલા નિસર્ગ કોમ્પ્લેક્સના ફ્લેટ નં-D 903 ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને સાથે રાખીને SIT દ્વારા સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મીડિયાને ફ્લેટ નં-D 903માં એન્ટ્રી આપવામાં આવી નથી અને બંધબારણે જ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રિમાન્ડ પૂર્ણ થતાં આજે ફરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં SITએ આરોપીના 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. વડોદરા કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

રાજુ ભટ્ટ-કાનજી મોકરીયાને સામ સામે બેસાડી ઉલટ તપાસ
SITની ટીમે રાજુ ભટ્ટ અને કાનજી મોકરીયાને સામ સામે બેસાડી ઉલટ તપાસ કરી હતી. જેમાં પીડિતા સાથે પરિચય થયા બાદ હોટલ હોર્મની અને નિસર્ગ ફ્લેટમાં બંનેની મુલાકાતો તથા તેમાં કાનજી મોકરીયાની ભૂમિકા અને ત્યારબાદ ક્યાં ક્યાં દુષ્કર્મ કરાયુ હતું તથા ફરિયાદ બાદ સમાધાનના પ્રયાસો સહિતના મુદ્દા પર પોલીસે બંનેની પૂછપરછ કરી હતી. પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટે પીડિતા સાથે સૃષ્ટિ વિરુદ્વનું કૃત્ય કર્યાનો પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો.

પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટે પીડિતા સાથે સૃષ્ટિ વિરુદ્વનું કૃત્ય કર્યાનો પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો
પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટે પીડિતા સાથે સૃષ્ટિ વિરુદ્વનું કૃત્ય કર્યાનો પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો

SIT કડીઓ જોડવાનો પ્રયાસ કર્યો
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટ તથા તેને ભગાડવામાં મદદ કરનારા કાનજી મોકરીયાની ઉલટ તપાસ કરવામાં આવી હતી જેમાં કાનજીએ તેણે પીડિતાની મુલાકાત સયાજીગંજની હોટલ હાર્મનીમાં કરાવી હોવાનું જણાવ્યું હતું. બંનેની પૂછપરછ કરીને એસઆઇટીએ સમગ્ર મામલાની કડીને જોડવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપી પીડિતાને વારંવાર મળતો હતો
રાજુ ભટ્ટ પીડિતાને વારંવાર મળતો હતો અને 5થી 6 વાર તે નિસર્ગ ફ્લેટમાં પણ ગયો હતો જ્યાં તેણે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પીડિતાએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરતાં રાજુ ભટ્ટ અને કાનજી મોકરીયાએ સમાધાનના પ્રયાસો કર્યા હતા પણ છેવટે પીડિતાએ ફરિયાદ નોંધાવતાં કાનજી મોકરીયાએ રાજુ ભટ્ટને શહેર છોડીને ભાગી જવાની ગોઠવણ કરી આપીને મદદદગારી કરી હતી. બંનેના નિવેદનોના આધારે પોલીસે પ્રશ્નાવલી તૈયાર કરીને કડી જોડી હતી અને બંનેની ઓળખાણ થઇ ત્યાર થી રાજુ ભટ્ટ પકડાયો ત્યાં સુધીના મામલાની સંપુર્ણ વિગતો મેળવાઇ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.