વડોદરા હાઇ પ્રોફાઇલ રેપ કેસ:3 દિવસના રિમાન્ડ પૂરા થતાં આરોપી રાજુ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, 18 દિવસથી અશોક જૈનનો કોઇ પત્તો મળ્યો નથી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો - Divya Bhaskar
કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો
  • 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે આજે રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કર્યો
  • ફરાર અશોક જૈનને પકડવા પોલીસે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં દરોડા પાડ્યા

જુનાગઢથી ઝડપાયા બાદ રાજુ ભટ્ટના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી. રિમાન્ડ પુરા થતાં તેના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ઉંડાણપૂર્વક સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી. આજે રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ પુરા થતાં પોલીસ તેને અદાલતમાં રજુ કરાયો હતો. જ્યાં કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

અશોક જૈનને પકડવા 2 ટીમોએ રાજસ્થાન-યુપીમાં ધામા નાખ્યા
વડોદરા શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં ફરાર રહેલા આરોપી સીએ અશોક જૈનને ઝડપી લેવા માટે પોલીસની 2 ટીમોએ રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા છે અને અશોક જૈનની શોધખોળ કરી રહી છે. બીજી તરફ રાજુ ભટ્ટને સાથે રાખીને પોલીસની ટીમ 2 વખત આજવા રોડની ડવડેક સોસાયટીમાં પહોંચી હતી અને પંચનામુ કરી માહિતી મેળવી હતી.

ફરાર અશોક જૈનને પકડવા પોલીસે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં દરોડા પાડ્યા
ફરાર અશોક જૈનને પકડવા પોલીસે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં દરોડા પાડ્યા

આરોપી રાજુ ભટ્ટની પોલીસ પૂછપરછ કરી
ગોત્રી દુષ્કર્મ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો ફરાર આરોપી અશોક જૈનની શોધખોળ કરી રહી છે. જો કે એક તરફ અશોક જૈનની આગોતરા જામીન અરજી ની કાયદાકીય પ્રક્રીયા ચાલી રહી છે ત્યારે પોલીસ અશોક જૈનની પણ શોધખોળ કરી રહી છે. પોલીસે તેના આશ્રયસ્થાનોની માહિતી મેળવીને તે રાજસ્થાન અથવા ઉત્તર પ્રદેશમાં હોવાનું જાણવા મળતાં પોલીસની બે ટીમોએ બંને રાજયોમાં ધામા નાખ્યા છે અને વિવિધ જગ્યાએ આરોપીની તપાસ કરી રહી છે. બીજી તરફ હાલ 3 દિવસના વધુ રિમાન્ડ પર રહેલા અન્ય આરોપી રાજુ ભટ્ટની પણ પોલીસ પૂછપરછ કરી હતી.

અશોક જૈન ઝડપાઇ ગયો હોવાની અફવા
મંગળવારે આખો દિવસ ગોત્રી દુષ્કર્મ કેસમાં ફરાર આરોપી અશોક જૈન પકડાઈ ગયો હોવાની ચર્ચા ચાલી હતી, જેથી એક તબક્કે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. હાલ એક આરોપી રાજુ ભટ્ટ રિમાન્ડ પર છે ત્યારે અશોક જૈન પકડાયો હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે પોલીસે આ વાતનું ખંડન કરી અફવા હોવાનું જણાવ્યું હતું.

ગોત્રી દુષ્કર્મ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો ફરાર આરોપી અશોક જૈનની શોધખોળ કરી રહી છે
ગોત્રી દુષ્કર્મ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો ફરાર આરોપી અશોક જૈનની શોધખોળ કરી રહી છે

સ્પાય કેમેરાનું રહસ્ય હજુ પણ અકબંધ
પીડિતાએ ફ્લેટમાંથી તેના એસીના પ્લગ પાસેથી સ્પાય કેમેરો શોધી કાઢયો હતો જેથી આ સ્પાય કેમેરો કોણે લગાવ્યો હતો તે મુદ્દા પર પોલીસ તપાસ કરી રહી છે. જો કે રાજુ ભટ્ટે તેણે સ્પાય કેમેરો લગાવ્યો ન હતો તેવું રટણ પોલીસ સમક્ષ કરી રહ્યો છે જેથી હવે આ મામલે અશોક જૈન પકડાય ત્યારે જ સ્પાય કેમેરો કોણે લગાવ્યો હતો તે સહિતના મુદ્દા પર વધુ માહિતી મળી શકે છે તેમ પોલીસે જણાવ્યું હતું.

અલ્પુ સિંધી હજુ પણ પકડાતો નથી
સમગ્ર મામલામાં પિડીતાનો મિત્ર તરીકે બુટલગેર અલ્પુ સિંધી હોવાનું બહાર આવ્યું હતું અને અશોક જૈનના વકીલે પણ આરોપ લગાવ્યો હતો કે અલ્પુ સિંધીએ 5 વ્યકતીઓના નામનું લીસ્ટ તેમને મોકલ્યું હતું અને ત્યારબાદ મયંક અને અલ્પુ સિંધી વચ્ચેની વાતચીત પણ વાયરલ થઇ હતી . હાલ અલ્પુ 2 ગુનામાં વોન્ટેડ છે જેથી પોલીસ તેને શોધી રહી છે. જો કે બનાવના 18 દિવસ પછી પણ અલ્પુ સિંધી કયાં છે તેની માહિતી પોલીસને મળી શકી નથી.

અલ્પુ સિંધીને ઝડપી લેવા પોલીસના ધમપછાડા
સમગ્ર કેસમાં બુટલેગર અલ્પુ સિંધી પિડીતાનો મિત્ર હોવાનું બહાર આવ્યું હતું અને અલ્પુ સિંધી શહેરના વારસીયા અને ગ્રામ્યના વરણામા પોલીસના પ્રોહિબીશનના ગુનામાં હાલ વોન્ટેડ છે જેથી પોલીસ તેની પણ શોધખોળ કરી રહી છે. અલ્પુ સિંધી પકડાયા બાદ તેનું દુષ્કર્મ મામલામાં પણ નિવેદન લેવાશે જેમાં વધુ સ્ફોટક માહિતી બહાર આવે તેવી શકયતા છે. અલ્પુ સિંધીને પકડવા માટે વડોદરા શહેરની તથા ગ્રામ્ય પોલીસની 2 ટીમો તપાસ કરી રહી છે.