• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Accused Raju Bhatt Reveals That He Committed An Act Against Nature After Raping The Victim, Many Secrets Will Come Out In Police Remand

વડોદરા હાઇ પ્રોફાઇલ રેપ કેસ:આરોપી રાજુ ભટ્ટે પીડિતા પર દુષ્કર્મ બાદ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હોવાનો ઘટસ્ફોટ, પોલીસ રિમાન્ડમાં અનેક રહસ્યો બહાર આવશે

વડોદરા2 મહિનો પહેલા
દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી રાજુ ભટ્ટના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં
  • વડોદરા કોર્ટે આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે

વડોદરા શહેરના ચકચારીભર્યા દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી રાજુ ભટ્ટના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસે રાજુ ભટ્ટના રિમાન્ડ મેળવવા માટે અલગ-અલગ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યાં હતા. પોલીસે રિમાન્ડ અરજીમાં જણાવ્યું છે કે, આરોપી રાજુ ભટ્ટે પીડિતા પર દુષ્કર્મ આચર્યા બાદ તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું. ઘરમાં કઇ જગ્યાએ બળાત્કાર કર્યો તે બાબતે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન પંચનામુ કરવા આરોપીની પોલીસ કસ્ટડીમાં હાજરીની જરૂરીયાત છે.

આ ગ્રાઉન્ડ પર પોલીસે રાજુ ભટ્ટના રિમાન્ડ માગ્યા હતા

  • આરોપીએ પીડિતા પર દુષ્કર્મ આચર્યા બાદ તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું. ઘરમાં કઇ જગ્યાએ બળાત્કાર કર્યો તે બાબતે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવાનું છે
  • પીડિતાના ફ્લેટમાં સ્પાય કમેરા કોણે લગાવ્યા અને ક્યાંથી ખરીદ્યા તેની તપાસ કરવાની છે
  • પીડિતા સાથે દુષ્કર્મ આચર્યુ તેના ફોટો આરોપીઓ પાસે કેવી રીતે આવ્યા તેની તપાસ કરવાની છે
  • પીડિતાના ફોટો વાયરલ કરવામાં કોણ કોણ સંડોવાયેલુ છે તે બાબતે પુરાવાઓ એકત્રિત કરવાના છે
  • આરોપી પીડિતાને ક્યારથી ઓળખે છે. તે પીડિતાને હોટલ હાર્મનીમાં મળેલા કે નહીં અને ક્યાં ક્યાં મળેલા અને શા માટે, તેની તપાસ કરવાની છે
  • સહારાની ડીલની શું હકીકત છે, તેમાં કોણ કોણ ઇન્વેસ્ટર છે અને કોણ કોણ સંડોવાયેલા છે
  • આરોપીએ કોના કોના માધ્યમથી સમધાનના પ્રયાસો કર્યાં તેની તપાસ કરવાની છે
  • આરોપીને કોને કોને આશ્રય આપ્યો તેની પૂછપરછ થશે
  • આરોપી ગોળ ગોળ વાતો કરીને એક જ વાતને વળગી રહ્યો છે, જેથી ગુનાના મૂળ સુધી પહોંચવા કસ્ટડીની જરૂરીયાત છે
પોલીસે રાજુ ભટ્ટના રિમાન્ડ મેળવવા માટે અલગ-અલગ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યાં હતા
પોલીસે રાજુ ભટ્ટના રિમાન્ડ મેળવવા માટે અલગ-અલગ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યાં હતા

રાજુ ભટ્ટે પોતે નિર્દોષ હોવાનું ગાણુ ગાયું
ગોત્રી દુષ્કર્મ કેસમાં પકડાયેલા રાજુ ભટ્ટની ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુધવારે છ કલાક સુધી પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં તેણે પોતે નિર્દોષ હોવાનું ગાણુ ગાયું હતું અને કહ્યું હતું કે તેણે પિડીતા પર કોઇ પ્રકારનું દુષ્કર્મ કર્યું ન હતું અને જે કંઇ થયું તે પરસ્પર સહમતિથી થયું હતું. રાજુએ નિસર્ગ એપાર્ટમેન્ટના ફલેટમાં બે વાર સંબંધ બાંધ્યાની કબૂલાત કરી હતી. આજવા રોડના મકાનમાં ગયો હતો કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. જૂનાગઢથી ઝડપાયા બાદ પોલીસે હાલ રાજુ ભટ્ટની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે ત્યારે તેની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે તેમ મનાઇ રહ્યું છે. ફરિયાદ દાખલ થયા બાદ લાંબા સમય સુધી ફરાર રહેલા રાજુ ભટ્ટને અન્ય કેટલા લોકોએ મદદ કરી છે ? તેની પણ પૂછપરછમાં વિગતો સપાટી પર આવશે.

પીડિતાના ફ્લેટમાં સ્પાય કમેરા કોણે લગાવ્યા અને ક્યાંથી ખરીદ્યા તેની તપાસ કરવાની છે
પીડિતાના ફ્લેટમાં સ્પાય કમેરા કોણે લગાવ્યા અને ક્યાંથી ખરીદ્યા તેની તપાસ કરવાની છે

બીજો આરોપી પણ હાથ વેંતમાં જ હોવાની ચર્ચા
દુષ્કર્મ કેસનો આરોપી રાજુ ભટ્ટ ઝડપાઇ ગયા પછી હવે ફરાર આરોપી અશોક જૈન ક્યાં છે તે સવાલ ઉભો થઇ રહ્યો છે. બીજો આરોપી પણ હાથ વેંતમાં જ પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. જોકે, આ દરમિયાન અશોક જૈનના આગોતરા જામીન અંગેની સુનાવણી પણ 4 ઓક્ટોબરે થશે.

અશોક જૈનના આગોતરા જામીન અંગેની સુનાવણી પણ 4 ઓક્ટોબરે થશે
અશોક જૈનના આગોતરા જામીન અંગેની સુનાવણી પણ 4 ઓક્ટોબરે થશે

દુષ્કર્મ આચરી ન્યૂડ ફોટો વાઇરલ કર્યાં હતા
વડોદરાની ખાનગી યુનિવર્સીટીમાં એલએલબીનો અભ્યાસ કરી રહેલી 24 વર્ષીય યુવતી શહેરના સીએ પાસે લાયઝનીંગની ટ્રેનીંગ લેવા ગઇ ત્યારે અલગ અલગ દિવસે સીએ અને તેના ઇન્વેસ્ટર પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ કરી તેના ન્યૂડ ફોટા યુવતીના મિત્રને મોકલી દઇને વાઇરલ કર્યાં હતા. પોલીસે બંને સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવતીને કેફીપદાર્થમાં ઠંડુ પીણું પીવડાવી અડપલાં કર્યા હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...