કાર્યવાહી:વડોદરામાં BJP ધારાસભ્યની કારને આગ ચાંપનાર આરોપી પાસા હેઠળ ભૂજ જેલમાં મોકલાયો

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોહંમદઅનીશ મોહંમદહની દારૂવાલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. - Divya Bhaskar
મોહંમદઅનીશ મોહંમદહની દારૂવાલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
  • વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇક્કો કાર અને સ્વીફ્ટ કારને આગ લગાવી હતી

વડોદરાના ધારાસભ્યની પાર્ક કરેલ કારને આગ ચાંપનાર આરોપી સામે કાયદાનો સકંજો મજબૂત કરવામાં આવ્યો છે. આરોપીને પાસા હેઠળ ભૂજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

અગાઉ પણ કાર સળગાવાઈ હતી
વડોદરાના સિટી વિસ્તાર અમદાવાદી પોળ ખાતે પાર્ક કરેલ ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની કારને ગત જાન્યુઆરી મહિનામાં આગ લાગી હતી. આ મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા જણાવા મળ્યુ હતું કે આ આગ મોહંમદઅનીશ મોહંમદહની દારૂવાલા નામના શખ્સે લગાડી હતી. જેથી તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરતા અગાઉ પણ તેણે વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇક્કો કાર અને સ્વીફ્ટ કારને આગ લગાવી હતી તેમ જણાવા મળ્યું હતું.

પાસા હેઠળ કાર્યવાહી
ધારાસભ્ય યોગેશ પટેલની કારને આગ ચાંપવાના કેસમાં આરોપી મોહંમદઅનીશ દારૂવાલા જામીન પર મુક્ત થયો હતો. પરંતુ આરોપી ઝનૂની હોય અને ભવિષ્યમાં ફરી વાર આવા ગંભીર ગુનાઓ આચરે તેવી શક્યતાઓ હોવાથી વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંઘે આરોપી સામે પાસા વોરન્ટ ઇશ્યુ કરતા તેને પાસા હેઠળ ભૂજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...