• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Accused Of Raping Minor Girl In Raopura Sentenced To 20 Years, Minor Girl Missing From Wadi Area, Two Women Caught Stealing Jewelery In Panigate

વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:રાવપુરામાં સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા, વાડી વિસ્તારમાંથી સગીરા ગુમ, પાણીગેટમાં દાગીના ચોર બે મહિલા ઝડપાઇ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

શહેરના રાવપુરા વિસ્તારમાં નવેમ્બર 2020માં સગીરાને લગ્નની લાલચ આપી આરોપી વિપુલ ઉર્ફે ભજીયા લક્ષ્મણભાઇ ઠાકોર (રહે. વિશ્વામિત્રી કાલિદાસની ચાલી, વડોદરા)ને ભગાડી ગયો હતો. તેમજ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી આરોપી વિપુલની ધરપકડ કરી તેની સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે વિપુલ ઠાકોરને દોષિત ઠેરવી 20 વર્ષની કેદની સજા તેમજ 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો ત્રણ મહિનાની વધુ સજાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ ભોગ બનનાર સગીરાને ત્રણ લાખ રૂપિયા વળતર પેટે ચુકવવાનો આદેશ કોર્ટે કર્યો છે.

વાડી વિસ્તારમાંથી સગીરા ગુમ
શહેરના વાડી વિસ્તારમાં ગત 16 નવેબ્મરના રોજ સગીરા કામથી બજારમાં ગઇ હતી અને ઘરે પરત આવી હતી. જો કે પરિવારજનો સાંજે દુકાનેથી ઘરે પરત આવ્યા તો સગીરા ઘરે હાજર ન હતી. જેથી પરિવાર દ્વારા સગીરાની શોધખોળ હાથ ધરાઇ હતી. પરંતુ તે કોઇ સગાસંબંધીને ત્યાં પણ મળતા આખરે પરિવારે વાડી પોલીસ સ્ટેશનમાં સગીરને કોઇ અજાણ્યો વ્યક્તિ ભગાડી ગયો કે અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી છે.

દુકાનમાં નવા કપડાં પર પડીકી ખાઇ પીચકારી મારી હોવાની શંકામાં મારામારી
શહેરના વાડી વિસ્તારમાં ઉત્તચંદ ઝવેરીનીપોળ ખાતે રહેતા ફહદ ફારુકભાઇ દુધવાલા પાણીગેટ રોડ ખાતે કિસ્મત કલેક્શન નામની દુકાન ધરાવે છે. તેમની બાજુમાં યુવા કલેક્શનના માલીક રસીદભાઇ યાકુબવાલા અને તેમના બે પુત્રો સફવાન અને ઇબ્રાહીમ અચાનક ફહદ દુધવાલાને મારમારવા લાગ્યા હતા. તેમજ તેમની દુકાનમાં રાખેલા કપડાં પર કાળો કલર નાખ્યો હતો. ફહદ દુધવાલાએ ફરિયાદમાં જણાવ્યું અનુસાર કોઇ ગ્રાહકે પડીકી ખાઇ પિચકારી મારી હતી જેના છાંટા રસીભાઇની દુકાનના કપડાં પર પડ્યા હતાં. પરંતુ રસીદભાઇને શંકા હતી કે ફહદ દુધવાલાએ પડીકી ખાઇને પિચકારી મારી છે. આ મામલે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

માંજલપુરમાં ત્રણ સાયકલ ચોરાઇ
શહેરના માંજલપુર વિસ્તારમાં અભિષેક એપાર્ટમેન્ટ, શીવ કુબેર હાઇટ્સ અને પ્રાર્થના ફ્લેટમાં પાર્ક કરેલ ત્રણ સાયકલ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

પાણીગેટ વિસ્તારમાં 1.80 લાખના દાગીના ચોરાયા, બે મહિલાની ધરપકડ
ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર આવેલ તીર્થ બંગ્લોઝમાં રહેતા કુંતિબેન પ્રણવ મહેતાએ તેમના દાગીના કબાટના ડ્રોવરમાં મુક્યા હતા. જે ગત 14 નવેબ્મરના રોજ તપાસ કરતા ચોરી થઇ ગયેલ હતા. ચોરી થયેલા દાગીનામાં સાનાનું ડોકિયું, સોનાના પાટલા અને સોનાનું બ્રેસલેટ સામેલ છે. આ મામલે પાણીગેટ પોલીસે 1 લાખ 80 હજારનો મુદ્દામાલ ચોરાયાનો ગુનો દાખલ કર્યો હતો. આ મામલે પોલીસે ચોરી કરનાર બે મહિલાઓ કૈલાસબેન દિનેશભાઇ વસાવા (રહે. સોમા તળાવ બ્રિજ નીચે) અને વિલાસબેન જશુભાઇ વસાવા (રહે. વિજયવાડી, દંતેશ્વર, વડોદરા)ની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.