• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Accused Of Rape Case With Sagira From Vadodara Rushed From Ahmedabad, Escaped By Jumping Parole During 20 Years Sentence In NDPS Case

ગુજરાત ATSની સફળતા:વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ કેસનો આરોપી અમદાવાદથી ઝડપી પાડ્યો, NDPSના ગુનામાં 20 વર્ષની સજા દરમિયાન પેરોલ જમ્પ કરી ફરાર હતો

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પેરોલ દરમિયાન વડોદરાની 16 વર્ષની સગીરાને બેહોશ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું

વડોદરા શહેરના ચકચારી માઇનોર રેપ કેસના આરોપી તથા એન.સી.બી ના ગુનામાં 20 વર્ષની સજા ભોગવતી વખતે પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો આરોપી અનવર બેગ ઉર્ફે અનવર બંદરને ગુજરાત ATSએ ઝડપી પાડ્યો છે અને આરોપીએ બીજી કોઇ દેશવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે કે કેમ ? તે બાબતે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું
વર્ષ-2003માં એન.સી.બી. દ્વારા દાખલ કરવામાં આવેલા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના ગુનામાં આરોપી અનવર બેગ ઉર્ફે અનવર બંદર ઉર્ફે રાજુ શેખ(રહે, પટવા શેરી, પથ્થર કુવા, ત્રણ દરવાજા, અમદવાદ)ને મૃત્યુ દંડની સજા થયેલી, જે સજા પાછળથી 20 વર્ષની સજામાં તબદીલ કરવામાં આવી હતી. જેમાં 2018માં આરોપી અનવર બેગ ઉર્ફે અનવર બંદર પેરોલ પર હોય જે દરમિયાન વડોદરામાં 16 વર્ષની છોકરીને બેહોશ કરી તેનો બળાત્કાર કરીને પેરોલ જમ્પ કરી નાસી ગયો હતો. જેની તપાસ કરતા એ.ટી.એસ.ના પીઆઇ એસ.એન.પરમારને બાતમી મળી હતી કે, આ અનવર બેગ ઉર્ફે અનવર બંદર કશ્મીર નાસી ગયેલો છે તથા તેના સાગરિતો સાથે અજાણ્યા વ્યક્તિના ફોન નંબરથી સંપર્કમાં રહે છે. જેથી એ.ટી.એસ.ની એક ટીમને જમ્મુ કાશ્મીર ખાતે મોકલવામાં આવી હતી.

આરોપી નાસતો ફરતો હતો
દરમિયાન આ આરોપી કાશ્મીરથી નીકળી ગયો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી જાણવા મળ્યું હતું કે, આ અનવર બંદર અજમેર દરગાહ ખાતે સંતાયેલો છે. જેથી એ.ટી.એસ.ની એક ટીમ રાજસ્થાન અજમેર ખાતે મોકલવામાં આવી હતી અને આ ટીમને ત્યાંથી જાણવા મળ્યું હતું કે, હાલ તે મીરા-દાતાર દરગાહ ઉનાવા, મહેસાણા ખાતે આવતો જતો રહે છે.

પીરાણા કચરાના ઢગલા નજીકથી ઝડપાયો
જેના આધારે ગુજરાત એ.ટી.એસ.ની એક એક ટીમ અજમેર તથા ઉનાવા, મહેસાણા ખાતે રવાના કરવામાં આવી હતી. જે દરમિયાન એ.ટી.એસ.ને તેના હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સથી જાણવા મળ્યું હતું કે, આરોપી અનવર બેગ ઉર્ફે અનવર બંદર ઉનાવા, મહેસાણાથી નીકળીને નારોલ અમદાવાદ તરફ જનાર છે. જે બાદ એ.ટી.એસની એક ટીમ નારોલ અમદાવાદ રવાના કરવામાં આવી હતી. જ્યાં ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી અનવર બેગ ઉર્ફે અનવર બંદરને અમદાવાદ નારોલથી વિશાલા જતા હાઇ વે રોડ પર પીરાણા કચરાના ઢગલા નજીકથી પકડી પાડી હતી.

આરોપી અનવર બેગ ઉર્ફે અનવર બંદરનો ગુનાહિત ઇતિહાસ
બાલાસિનોર મહિસાગર ખાતે 40 કિલો ચરસ સાથે પકડાતા એન.સી.બી. પોલીસ સ્ટેશન, ગુજરાતમાં ગુનો દાખલ થયો હતો. આ ગુન્હા સાબિત થતા નડિયાદ સ્પે.એન.ડી.પી.એસ. એન્ડ સેસન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજા કરવામા આવી હતી. ત્યારબાદ સજા ઘટાડીને 20 વર્ષની કરવામાં આવી હતી. દરમિયાન આ ગુનામાં આરોપી સજા કાપી રહ્યો હતો અને પેરોલ રજા ઉપર બહાર આવ્યો હતો. ત્યાર બાદ તેને હાજર થવાનું હતું, પરંતુ, પેરોલ ફર્લો રજા પર હાજર નહીં થતાં તે ભાગી ગયેલો હતો. જેથી કારંજ પોલીસ સ્ટેશનમાં ખાતે જેલ અધિનિયમ 51(એ) અને 51(બી) મુજબનો ગુનો દાખલ થયેલો હતો.

સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું
પેરોલ જમ્પ હતો તે દરમિયાન આ આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ અનવર બેગ ઉર્ફે અનવર બંદર ઉર્ફે રાજુ શેખ (રહે, પટવા શેરી,પથ્થર કુવા, ત્રણ દરવાજા, કારંજ, અમદાવાદ)જમ્મુ કાશ્મીર ખાતે ભાગી ગયેલો અને તે શ્રીનગર ખાતે પોતાનુ નામ બદલી બિલાલ નામ ધારણ કરી રહેતો હતો.

જમ્મુ કાશ્મીરમાં રોકાયો હતો
આમ અનવર બેગ ઉર્ફે અનવર બંદરને પેરોલ જમ્પ થયા બાદ જમ્મુ કાશ્મીર ખાતે રોકાયેલો હોવાથી અને અગાઉ એન.ડી.પી.એસ.ની પ્રવૃતિમા સંડોવાયેલ હોવાથી તેમજ આ દરમિયાન આ આરોપીએ બીજી કોઇ દેશવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે કે કેમ ? તે બાબતે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...