ક્રાઈમ:મહિલાને વીડિયો કોલ કરી છેડતી કરનાર આરોપી ઝડપાયો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહિલાને વીડિયો કોલ કરીને બિભત્સ વાતો કરી છેડતી કરનારા આરોપી વિશાલ ઉર્ફે વિક્કી મગન દાફડા (રહે-વણકરવાસ,મોરબી)ની વાડી પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, બરાનપુરા વિસ્તારમાં રહેતી યુવતી ના મોબાઈલમાં આરોપીએ ફોન કર્યો હતો. જોકે આ ફોન પહેલા રોંગનંબર જ હતો.પરંતું યુવતીનો આવાજ સાંભળીને યુવકે તેને વિડિયો કોલ કરી હેરાન પરેશાન કર્યા કરતો હતો. જેથી યુવતીએ આ યુવક દ્વારા કરવામાં આવતી હેરાનગતી થી કંટાળીને આખરે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ પોલીસે ફરિયાદના આધારે મોરબીના માળીયામીયાણા તાલુકાના વવાણીયા ગામમાં પહોચી વણકરવાસમાં રહેતા વિશાલ દાફડાને ઝડપી લઈ વડોદરા લઈ આવી તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...