રાજકોટ બોગસ માર્કશીટ કૌભાંડ:વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પડાવી બહારના રાજ્યોની બોગસ માર્કશીટ આપતો આરોપી વડોદરાથી 4 વર્ષે ઝડપાયો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપી પંકજ સંઘવીની ધરપકડ કરી. - Divya Bhaskar
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપી પંકજ સંઘવીની ધરપકડ કરી.
  • 2018માં રાજકોટમાં બોગસ માર્કશીટનું કૌભાંડ બહાર આવ્યું હતું

રાજકોટ ખાતે અલગ-અલગ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ આપવાના મામલે નોંધાયેલા કેસમાં ફરાર આરોપીને ચાર વર્ષ બાદ વડોદરાથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી વિદ્યાર્થીઓ પાસે પૈસા પડાવી આરોપી અલગ અલગ રાજ્યોની બોગસ સર્ટિફિકેટ આપતો હતો.

વડોદરામાં તેમના ઘર પાસેથી જ ધરપકડ
વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વર્ષ 2018માં રાજકોટ ખાતે અલગ-અલગ યુનિવર્સિટીઓ અને જુદા જુદા રાજ્યોની બોગસ માર્કશીટ આપવા મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલ કેસનો આરોપી વડોદરામા તેના ઘર નજીક છે. આથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આ કેસનો આરોપી પંકજ બચુ સંઘવી (રહે. સામીપ્ય, ટેનામેન્ટ, ગોત્રી, વડોદરા) તેના ઘર નજીકથી ઝડપાઇ ગયો હતો. આરોપીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પંકજ સંઘવીની કૌભાંડમાં આ હતી સંડોવણી
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધયેલ કેસ અનુસાર આ કેસમાં વડોદરાના પંકજ સંઘવી, અગાઉ પકડાયેલ આરોપી પ્રકાશ ગોહિલ અને અન્ય બે આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા માટે કાવતરું ઘડી અલગ અલગ યુનિવર્સિટીઓની બોગસ માર્કશીટ જે વિદ્યાર્થીઓ શાળા-કોલેજમાં ભણ્યા ન હોવા છતાં તેમની પાસેથી ઉંચી રકમ લઇ અલગ અલગ રાજ્યોની બોગસ માર્કશીટ આપી હતી.