તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:7 સ્થળે ઘરફોડ કરનાર આરોપીને 2 દિવસના રિમાન્ડ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સેવાસી ખાતે આવેલા સ્પોર્ટસ શોરૂમમાં રોકડા 59 હજારની ચોરી સહિત કુલ 7 સ્થળો પર ઘરફોડ અને વાહન ચોરી કરનાર આરોપીને માંજલપુર પોલીસે ઝડપી લીધા બાદ તેને તાલુકા પોલીસને સોંપ્યો હતો. પોલીસે તેને અદાલતમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

તાજેતરમાં માંજલપુર પોલીસે કેવલ ચોકડી પાસે અંકિત પાટણવાડિયા (સેગવા, શિનોર)ને ઝડપી લીધા બાદ તપાસ કરતાં તેણે સેવાસી ખાતે આવેલા સ્પોર્ટ્સના શોરૂમમાંથી પણ રોકડા રૂા.59,540ની અને ડીવીઆરની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આ ઉપરાંત આરોપીએ વિશ્વામિત્રી બ્રિજ ગુજરાત ટ્રેક્ટર સામેથી એક એક્ટિવાની ચોરી કરી હોવાનું અને લાલબાગ સામે આવેલા જગ્ગનાથપુરમ કોમ્પ્લેક્સમાં આવેલા સુપરસ્ટોરમાંથી રૂા.50 હજાર રોકડા, 80 ચાંદીના સિક્કા મળી રૂા.58 હજારની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...