ક્રાઇમ:હત્યાના પ્રયાસના આરોપીનો કોવિડ ટેસ્ટ કરાયો

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કારેલીબાગમાં હત્યાના પ્રયાસના ગુનામાં નાસતા ફરતા બુટલેગર દિલીપ ધનજી મકવાણાને પોલીસે તેની કારનો પીછો કરી હાઇવે પરથી ઝડપી કારેલીબાગ પોલીસે તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. કારેલીબાગ આનંદનગર પાસે આવેલા સ્કાય હાર્મોનીમાં રહેતા ભાજપના કાર્યકરને ત્યાં રહેતા બુટલેગર દિલીપ ધનજી મકવાણાએ ઢોર માર માર્યો હતો. જે અંગેની ફરિયાદ કારેલીબાગ પોલીસ મથકમાં નોંધાઈ હતી. કારેલીબાગ પોલીસે ગઈકાલે કારેલીબાગના બહુચરાજી રોડથી કારમાં ભાગેલા દિલીપ મકવાણાનો પીછો કરી તેને ગોલ્ડન બ્રિજ પરથી ઝડપી પાડ્યો હતો. તેની કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી આજે તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. કોરોના રિપોર્ટ આવ્યા બાદ હવે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...