તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા હિટ એન્ડ રન કેસ:7 વર્ષના બાળકને જીપની અડફેટે લેનાર આરોપી દેવુલ ફૂલબાજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો, કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ થશે

વડોદરા22 દિવસ પહેલા
માંજલપુર સ્મશાન રોડ પર શનિવારે રાત્રે હિટ એન્ડ રનમાં 7 વર્ષના બાળકનું મોત થયું હતું
  • માંજલપુર સ્મશાન રોડ પર શનિવારે રાત્રે હિટ એન્ડ રનમાં 7 વર્ષના બાળકનું મોત થયું હતું
  • આરોપી યુવક RSPના નેતા ઘનશ્યામ ફૂલબાજેનો દીકરો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું

વડોદરાના માંજલપુર સ્મશાન રોડ પર શનિવારે રાત્રે થયેલા હિટ એન્ડ રન કેસનો આરોપી દેવુલ ફૂલબાજે આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. માંજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી દેવુલ ફૂલબાજે RSPના નેતા ઘનશ્યામ ફૂલબાજેનો દીકરો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ત્યાર બાદ મૃતક બાળકના પિતાએ નેતાના પુત્ર સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

શનિવારે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી
વડોદરાના માંજલપુર સ્મશાન રોડ પર શનિવારે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં આરોપી દેવુલ ફૂલબાજેએ અકસ્માત કરીને જીપને અલવાનાકા ખાતે ડિવાઈડર પર ચઢાવી દીધી હતી, જ્યાંથી તે ફરાર થઈ ગયો હતો. ધાર્વી પરેશભાઈ પટેલ(ઉં.વ.18, રહે-ગજાનંદ હાઈટસ,માંજલપુર) પોતાના ભાઈઓ કવિશભાઈ રાજેશભાઈ પટેલ (ઉં.વ.7,રહે-મૂળ-વણિયાદ ગામ, ડભોઈ, વડોદરા) અને કિયાન બિપિનભાઈ પટેલ (ઉં.વ.7,રહે-સુબોધનગર, માંજલપુર)ને ટ્યૂશનથી લઈને શનિવારે સાંજે સાડા છ વાગે મોપેડ પર માંજલપુર મંગલેશ્વર મંદિર સ્મશાન રોડ પરથી પાછી ઘરે જઈ રહી હતી.

આરોપી યુવક RSPના નેતા ઘનશ્યામ ફૂલબાજેનો દીકરો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું
આરોપી યુવક RSPના નેતા ઘનશ્યામ ફૂલબાજેનો દીકરો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું

જીપનો ચાલક મોપેડને ટક્કર મારી સન સિટી તરફ ભાગી ગયો હતો
દરમિયાન સ્મશાન ચોકડી પાસે કાળા કલરની જીપનો ચાલક મોપેડને ટક્કર મારી સન સિટી તરફ ભાગી ગયો હતો. જેમાં મોપેડ પરથી ત્રણેય નીચે પડી ગયાં હતાં. એમાં ધાર્વી પટેલને જમણા હાથે-પગે અને સાથળ પર ઈજા પહોચી હતી. કિયાન પટેલને મોઢા અને કપાળના ભાગે તેમજ પગે ઈજા પહોચી હતી, જ્યારે કવિશ પટેલનું ગંભીર ઈજા થવાને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આરોપી માંજલપુર પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો
નજરે જોનારી વ્યક્તિએ જીપચાલકને ઓળખી બતાવ્યો હતો. આ જીપનો ચાલક દેવુલ ઘનશ્યામ ફૂલબાજે હોવાનું બહાર આવ્યું છે, જ્યારે આ ગાડી દેવુલ ફૂલબાજેની જ છે કે, પછી અન્યની એ અંગે પોલીસ આરટીઓમાં જઈ તપાસ હાથ ધરી હતી અને પોલીસે ટીમો બનાવીને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન આરોપી સરસ્વતી ચોકડી પાસે ઉભો હોવાની પોલીસને માહિતી મળી હતી, જેને આધારે પોલીસ સરસ્વતી ચોકડી પાસે પહોંચી ગઇ હતી. જોકે, આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આજે આરોપી દેવુલ ફૂલબાજે આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. કોવિડ ટેસ્ટ બાદ પોલીસ આરોપીની ધરપકડ કરશે.

કવિશ પટેલનું ગંભીર ઈજા થવાને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
કવિશ પટેલનું ગંભીર ઈજા થવાને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસે અગાઉ કર્ફ્યૂ ભંગનો ગુનો દાખલ કરીને જીપને ડિટેઈન કરી હતી
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનામાં દેવુલ ફૂલબાજે નંબર વગરની કાળા કલરની જીપ રાત્રિ કર્ફ્યૂ દરમિયાન મિત્ર સાથે બહાર નીકળતાં વારસીયા પોલીસે ગધેડા માર્કેટ પાસેથી તેની અટકાયત કરી હતી અને દેવુલ તેમજ તેના મિત્ર વિરુદ્ધ કર્ફ્યૂ ભંગનો ગુનો પણ દાખલ કરીને જીપને ડિટેઈન કરી હતી. દેવુલ અને તેના મિત્ર રોહન ચૌધરી પાસેથી માસ્ક ન પહેરવા માટે પોલીસે દંડ પણ ઉઘરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...