વડોદરા બિલ્ડર દુષ્કર્મ કેસ:આરોપી નવલ ઠક્કરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ, પોલીસે પુરાવા એકત્ર કરવાની શરૂઆત કરી

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી બિલ્ડર નવલ ઠક્કર - Divya Bhaskar
આરોપી બિલ્ડર નવલ ઠક્કર
  • બિલ્ડરે 20 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ હતું

વડોદરા શહેરમાં કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકલાયેલા બિલ્ડરે સમાજની 20 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ મામલે આરોપી બિલ્ડર નવલ ઠક્કરનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસે પુરાવા એકત્ર કરવાની શરૂઆત કરી છે. આ પહેલા નવલ ઠક્કરનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ
પોલીસ ફરિયાદ મુજબ ઇલોરાપાર્ક વિસ્તારમાં આમ્રકુંજ સોસાયટીના કાન્હા બંગલોઝમાં રહેતાં નવલ દીપકભાઈ ઠક્કરે (ઉ.વ.43) યુવતીને લગ્નની લાલચ આપીને ફસાવી હોવાનો આરોપ યુવતીના પિતાએ ફરિયાદમાં કર્યો હતો. યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીને શોધવા માટે પાંચ ટીમો કામે લગાડાઈ હતી. જેમાં 2 જે.પી.પોલીસ અને 1 ગોત્રી, પીસીબી અને ડીસીબીએ પણ તપાસ હાથ ધરી હતી.

યુવતીના ન્યૂડ ફોટા પાડ્યા હતા
જે.પી.રોડ પોલીસના જણાવ્યા અનુસાર, વડોદરા શહેરનો બિલ્ડર નવલ દીપકભાઈ ઠક્કર (ઉં.વ.43, રહે.કાન્હા બંગલોઝ, આમ્રકુંજ સોસાયટી, ઈલોરાપાર્ક) ફરિયાદીના સંબંધી થાય છે. ફરિયાદી પિતાનો આક્ષેપ છે કે, નવલ ઠક્કરના લગ્ન થઈ ગયા છે અને તેને સંતાનમાં એક દીકરો પણ છે. નવલ ઠક્કર છેલ્લા એક વર્ષથી ફરિયાદીના ઘરે આવતો-જતો હતો. દરમિયાન નવલ ફરિયાદીની 20 વર્ષીય દીકરી સાથે વાતચીત કરીને ખરાબ નજર નાખતો હતો. આ અંગે પિતાને આશંકા જતાં 6 મહિના પહેલાં તેમણે નવલ ઠક્કરને તેના ઘરે ન આવવા અને તેની દીકરી સાથે કોઈ જાતની વાતચીત કરવાની કે સંપર્ક રાખવાની પણ ના પાડી દીધી હતી.

ટ્યુશન ક્લાસની બહારથી બિલ્ડર કારમાં લઇ જતો
જોકે બિલ્ડર યુવતી સાથે મોબાઈલ ફોન પર અવારનવાર વાતચીત કરતો હતો. યુવતી ટ્યૂશન ક્લાસમાં આવે ત્યાંથી બિલ્ડર તેને પોતાની કારમાં બહાર લઈ જતો હતો. આ તમામ ઘટનાની જાણ યુવતીના પિતાને 15 દિવસ પહેલાં થઈ જતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા અને તેમણે નજીકના સંબંધીઓ સાથે બિલ્ડરના ઘરે જઈને દીકરી સાથે કોઈપણ સંબંધ ન રાખવા સમજાવ્યો હતો. જોકે બિલ્ડરે ‘મારે તમારી દીકરી સાથે કોઈ ખરાબ સંબંધ નથી અને તે મારી દીકરી સમાન છે અને હવે પછી હું તેની સાથે કોઈ વાતચીત કરીશ નહીં’ એમ જણાવ્યું હતું.

મોબાઇલમાં દીકરીના ન્યૂડ ફોટો હતા
જોકે આ ઘટનાના બે દિવસ બાદ પિતાને દીકરી પાસે મોબાઈલ મળી આવ્યો હતો. પિતાએ મોબાઈલ અંગે પૂછતાં દીકરીએ મોબાઈલ નવલ ઠક્કરે આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પિતાએ મોબાઈલ તપાસતાં એમાં દીકરીના ન્યૂડ ફોટોગ્રાફ હતા, જે જોઈને પિતા ચોંકી ઊઠ્યા હતા. આ ઉપરાંત દીકરીએ પોતાના પિતા વિરુદ્ધ એક લેટર પણ લખ્યો હતો, જેનો ફોટોગ્રાફ પણ પિતાને મળ્યો હતો.

મરજીથી સંબંધ બાંધ્યાના લેટર લખાવ્યા
આ ન્યૂડ ફોટોગ્રાફ્સ અને લેટર અંગે દીકરીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે નવલ ઠક્કર છેલ્લા 6 મહિનાથી તેની સાથે લગ્ન કરવાની લાલચો આપી પટાવી-ફોસલાવી અકોટા ખાતે તેના મકાને લઈ જતો હતો. તે પછી હું ના પાડું તેમ છતાં લગ્ન કરવાના વાયદા આપીને મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધતો હતો. તે પોતાની સેફ્ટી માટે તે જબરદસ્તી લેટરો લખાવતો હતો.

અન્ય સમાચારો પણ છે...