બરવાળા લઠ્ઠાકાંડનો મામલો:લઠ્ઠાકાંડનો આરોપી અને લિસ્ટેડ બુટલેગર જટુભા રાઠોડ વડોદરા પાસેથી ઝડપાયો

વડોદરા22 દિવસ પહેલા
બરવાળા લઠ્ઠાકાંડમાં આરોપી જટુભા ઝડપાયો.

બોટાદ જિલ્લામાં ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં આરોપી જટુભા લાલુભા રાઠોડને વડોદરા ગ્રામ્ય પોલીસે સાવલીના પ્રથમપુરાથી ઝડપી લીધો છે.

સંબંધીના ઘરે આવ્યો હતો જટુભા
બરવાળા અને બોટાદના રોજીદ સહિતના ગામડાઓમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. જેમાં બરવાળા તાલુકાના રાણપરી ગામનો લિસ્ટેડ બુટલેગર જટુભા લાલુભા રાઠોડ ફરાર હતો. વડોદરા ગ્રામ્ય પોલીસને ગત રાત્રે બાતમી મળી હતી કે જટુભા રાઠોડ સાવલીના પ્રથમપુરા ગામે તેના સંબંધીને ત્યા આવી રહ્યો છે. જેના આધારે વોચ ગોઠવી પોલીસે જટુભા રાઠોડને ઝડપી લીધો હતો.

ત્રણ મોબાઇલ અને 18 હજાર રોકડ જપ્ત
વડોદરા ગ્રામ્યના DySP સુદર્શનસિંહ વાળાએ જણાવ્યું હતું કે, પોલીસે જટુભા પાસેથી ત્રણ મોબાઇલ અને 18 હજાર રૂપિયા રોકડ જપ્ત કરી છે. વડોદરા ગ્રામ્ય પોલીસે રાત્રે જ આ અંગે બરવાળા પોલીસને જાણ કરી હતી અને જટુભાને બરવાળા પોલીસને હવાલે કર્યો હતો.