ચુકાદો:દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપીને 10 વર્ષની સજા, કોટાલીનો યુવક લગ્નના ઇરાદે ભગાડી ગયો હતો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

લગ્નના ઇરાદે સગીરાને ભગાડી જઇ વારંવાર દુષ્કર્મ આચરવાના બનાવમાં ન્યાયાધીશે આરોપીને 10 વર્ષની સજાનો આદેશ કર્યો હતો, જ્યારે બનાવમાં સંડોવાયેલા અન્ય એક આરોપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો. કોટાલી ગામમાં રહેતો અજય સોમાભાઇ રાઠોડિયા નામનો શખ્સ વર્ષ 2018માં 15 વર્ષની એક સગીરાને લગ્નના ઇરાદે ભગાડી ગયો હતો.

જે તે સમયે પોલીસે આ બનાવ અંગે અજય તેમજ જગદીશ નામના આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં આરોપી અજય સગીરાને ભગાડીને બનાસકાંઠા જિલ્લામાં લઇ ગયો હોવાનું ખૂલવા પામ્યું હતું. આ અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં સરકાર તરફે એડવોકેટ અતુલ વ્યાસ હાજર રહ્યા હતા. ન્યાયાધીશે દુષ્કર્મ કેસમાં આરોપી અજયને કસૂરદાર ઠેરવી 10 વર્ષની સજાનો આદેશ કરી આરોપી જગદીશને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...