હવસખોર પિતા:વડોદરાના નમીસરા ગામમાં છેલ્લા 9 મહિનાથી ધમકીઓ આપીને પિતા સગીર દીકરી સાથે દુષ્કર્મ આચરતો, દીકરી સમયસર માસિક ધર્મમાં ન આવતાં ભાંડો ફૂટ્યો

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોઈને જાણ કરીશ તો પત્ની, પુત્રી અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
  • ભાદરવા પોલીસે આરોપીની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં હવસખોર પિતાએ પોતાની સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આરોપી પિતાની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પત્ની, પુત્રી અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી
સાવલી તાલુકાના નમીસરા ગામમાં દીવાન પરિવાર રહે છે. પરિવારના ફારુકશા સલીમશા દીવાન(ઉં.38) છકડો રિક્ષા ચલાવે છે. છેલ્લા 9 માસથી પોતાની 14 વર્ષની સગીર દીકરીને હવસનો શિકાર બનાવતો હતો. સગીર દીકરી સમયસર માસિક ધર્મમાં ન આવતાં મૂંઝવણમાં રહેતી હતી, જેથી માતાએ તેની પૂછપરછ કરતાં તેણે પિતા તેની સાથે દુષ્કર્મ કરતા હોવાનું કહ્યું હતું. સગીર દીકરીની વાત સાંભળી માતા પણ ચોંકી ઊઠી હતી. તેમણે પતિને ઠપકો આપતાં પતિએ કહ્યું, આ બાબતે કોઈને જાણ કરીશ તો તને, તારી છોકરી અને પુત્રને જાનથી મારી નાખીશ.

પોલીસે આરોપી પિતાની અટકાયત કરી
છેલ્લા 9 માસથી સગીર દીકરીને હવસનો શિકાર બનાવનાર નરાધમ પિતા સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં ચકચાર મચી ગઈ છે. ભાદરવા પોલીસે હવસખોર પિતા ફારુકશા દીવાન ફરાર થઇ જાય એ પૂર્વે તેની અટકાયત કરી હતી અને આ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પિતા દીકરીને ધમકીઓ આપીને પોતાની હવસ સંતોષતો હતો
ફરિયાદમાં એવા પણ આક્ષેપ કરાયા છે કે હવસખોર પિતા પોતાની સગી દીકરીને ધમકીઓ આપીને પોતાની હવસ સંતોષતો હતો. ફરિયાદ ન થાય એ માટે પણ હવસખોરે ધમપછાડા કર્યા હતા, પરંતુ. સગીર દીકરીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ફારુકશા દીવાન અને તેની પત્ની સંબંધમાં પિતરાઇ ભાઇ-બહેન થાય છે. આ બનાવની વધુ તપાસ ભાદરવા પોલીસ સ્ટેશનના PSI પી.વી. પરગડુ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...